Wednesday, October 16, 2024

હેજી વાલા પોપટ બોલે પાંજરે | Popat Bole Pinjare Lyrics

 

હેજી વાલા પોપટ બોલે પાંજરે,
જુગતી હરીની ન જાણી ,
અકળ કળા અવિનાશી ની
સુમરો સારંગ પાણી ,
હેજી વાલા સુનમાં તો સુડલા ની ચાંચ છે ,
પાંખે પદમ ની નિશાની ,
કોટે લીલો પીળો કાંડલો ,
પીવે ગંગા જળ પાણી ,
હેજી વાલા પુરણ બનાવ્યું આ પાંજરું ,
અક્કલ હોશિયારી આણી ,
સિદ્ધિ રે મેલી સળીયું પાંજરે ,
કોરણી અજબ કોરાણી ,
હેજી વાલા પ્રાણી પંખી બેઠો પાંજરે ,
મુખે વેદ વેદ વાણી ,
સમરણ કરે સદગુરૂકા ,
આલે આગમ એંધાણી ,
હેજી વાલા આનંદ પદને ઓળખો ,
નીરભે પદની નિશાની ,
દાસ કુબેરને નાનક મળીયા,
ભીતર જ્યોત દરશાણી ,
Popat Bole Panjare lyrics
Prabhatiya Bhajan Lyrics 

Sunday, October 6, 2024

કાન તારી મોરલીયે | Kan Tari Moraliye Lyrics

 

કાન તારી મોરાલીયે મોહિને,
ગરબો ઘેલો કીધો.
એવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે મોરાલી ક્યારે વાગી.
હે કાન તારી મોરલીયે મોહિને…
હે કાન તારી મોરલીયે મોહિને,
રોતા બાલ મેલ્યા.
એવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે વિજોગન કયારે રે વાગી.
કાન તારી મોરલીયે મોહિને…
કાન તારી મોરલીયે મોહી ને,
મા ને બાપ મેલ્યા.
ઈવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે વાંસલડી ક્યારે વાગી.
હે કાન તારી મોરાલીયે…
Kan Tari Moraliye Mohi Lyrics
Garba Lyrics

Thursday, September 26, 2024

મણિયારો તે હલુ હલુ | Maniyaro Te Halu Halu Lyrics

 

હાં..મણિયારો તે મણિયારો તે,
હલુ હલુ થઈ રે વિયો રે
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે,
છેલ મુઝો, વરગાણી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારો,
હાં..મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
છેલ મુઝો, વરગાણી મણિયારો,
હાં..મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે,
હેલ મુઝો, હાલારી મણિયારો,
હાં..મણિયારો જી અષાઢી મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે,
હેલ મુઝો, હાલારી મણિયારો,
હાં..અણિયાળી રે ગોરી તારી આંખડી રે,
હાં રે આંજેલ એમાં મેશ રે,
હેલ મુઝો, વરણાગી મણિયારો,
હેલ મુઝો, હાલારી મણિયારો,
હાં..મણિયારો તે અડાબીડ આંબલો ને,
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
છેલ મુઝો, હાલારી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારો,
હાં..પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો,
છેલ મુઝો, હાલારી મણિયારો,
Maniyaro Te Halu Halu Lyrics
Gujarati Garba & Lokgeet Lyrics

ચપટી ભરી ચોખા ને | Chapti Bhari Chokha Prachin Garba Lyrics

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
માને મંદિરીયે સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે… હાલો,
માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે….. હાલો,
માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે… હાલો,
માને મંદિરીયે માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો,
માને મંદિરીયે ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો,
Chapti Bhari Chokha Garba Lyrics
Navratri Garba Lyrics

Monday, September 23, 2024

પરથમ સમરું સરસ્વતી ને | Paratham Samaru Saraswati Ne Garba Lyrics

 

પરથમ સમરું સરસ્વતી ને
ગુણપત લાગુ પાય
હે રમવા નીસર્યા માં,
હે અલબેલી સૌ જોગણી ને
ગરબે રમવા જાય હો હો..
હે અલબેલી સૌ જોગણી ને
ગરબે રમવા જાય
હે રમવા નીસર્યા માં,
પરથમ સમરૂં સરસ્વતી ને
ગુણપત લાગુ પાય
હે રમવા નીસર્યા માં,
સોના ગરબો શિરે ધર્યો ને
રમતા બાંધ્યો રંગ
હો હો શંખલપુર ના ચોક માં ને
ચોસઠ બેનું સંગ
હે રમવા નીસર્યા માં,
પરથમ સમરૂં સરસ્વતી ને
ગુણપત લાગુ પાય
હે રમવા નીસર્યા માં,
Paratham Samaru Saraswati Ne 
Navratri Garba Lyrics

Saturday, September 14, 2024

रामचन्द्र कह गए सिया से | Ram Chandra Keh Gaye Siya Se Lyrics

 

हे रामचन्द्र कह गए सिया से ऐसा कलजूग आएगा
हंस चुगेगा दाना दुनका कौआ मोती खायेगा ।।।
धरम भी होगा कर्म भी होगा लेकिन शरम नही होगी
बात बात पे मात पिता को बेटा आँख दिखायेगा
हे रामचन्द्र कह गए सिया से ।।
राजा और प्रजा दोनों में होगी निसदिन खेचातानी 
कदम कदम पर करेंगे दोनों अपनी अपनी मनमानी 
जिसके हाथ में होगी लाठी भैस वही ले जायेगा
हंस चुगेगा दाना दुनका कौआ मोती खायेगा
हे रामचन्द्र कह गए सिया से ।।।
सुनो सिया कलजुग में काला
धन और काले मन होंगे काले मन होंगे
चोर उच्चके नगर सेठ और
प्रभु भक्त निर्धन होंगे. निर्धन होंगे
हे जो होगा लोभी और भोगी ओ जोगी कहलायेगा
हंस चुगेगा दाना दुनका कौआ मोती खायेगा
हे रामचन्द्र कह गए सिया से ।।।
मंदिर सुना सुना होगा
भरी होगी मधुशाला हां  मधुशाला
पिता के संग संग भरी सभा में
नाचेगी घर की बाला घर की बाला
कैसे कन्यादान पिता ही कन्या का धन खायेगा
हंस चुगेगा दाना दुनका कौआ मोती खायेगा
हे रामचन्द्र कह गए सिया से ।।।
Ram Chandra Keh Gaye Siya Se 
Agam Vani Bhajan Lyrics

Sunday, September 8, 2024

सुखकर्ता दुखहर्ता वार्ता विघ्नाची लिरिक्स | Sukh Karta Dukh Harta Lyrics

 

सुखकर्ता दुखहर्ता वार्ता विघ्नाची,
नुरवी पूर्वी प्रेम कृपा जयाची,
सर्वांगी सुंदर उटी शेंदुराची,
कंठी झळके माळ मुक्ताफळाची,
जय देव जय देव जय मंगलमूर्ती,
दर्शनमात्रे मन कामना पुरती,
जय देव जय देव ॥
रत्नखचित फरा तूज गौरीकुमरा,
चंदनाची उटी कुंकुमकेशरा,
हिरे जडित मुकुट शोभतो बरा,
रुणझुणती नुपुरे चरणी घागरिया,
जय देव जय देव जय मंगलमूर्ती,
दर्शनमात्रे मनकामना पुरती,
जय देव जय देव ॥
लंबोदर पितांबर फनी वरवंदना,
सरळ सोंड वक्रतुंड त्रिनयना,
दास रामाचा वाट पाहे सदना,
संकटी पावावे निर्वाणी रक्षावे सुरवंदना,
जय देव जय देव जय मंगलमूर्ती,
दर्शनमात्रे मनकामना पुरती,
जय देव जय देव ॥
शेंदुर लाल चढ़ायो अच्छा गजमुखको,
दोंदिल लाल बिराजे सुत गौरिहरको,
हाथ लिए गुडलद्दु सांई सुरवरको,
महिमा कहे न जाय लागत हूं पदको,
जय जय जी गणराज विद्या सुखदाता,
धन्य तुम्हारा दर्शन मेरा मन रमता,
जय देव जय देव ॥
अष्टौ सिद्धि दासी संकट को बैरि,
विघ्नविनाशन मंगल मूरत अधिकारी,
कोटीसूरजप्रकाश ऐसी छबि तेरी,
गंडस्थलमदमस्तक झूले शशि गहरी,
जय जय जी गणराज विद्या सुखदाता,
धन्य तुम्हारा दर्शन मेरा मन रमता,
जय देव जय देव ॥
भावभगत से कोई शरणागत आवे,
संतत संपत सबही भरपूर पावे,
ऐसे तुम महाराज मोको अति भावे,
गोसावीनंदन निशिदिन गुण गावे,
जय जय जी गणराज विद्या सुखदाता,
धन्य तुम्हारा दर्शन मेरा मन रमता,
जय देव जय देव ॥
सुखकर्ता दुखहर्ता वार्ता विघ्नाची,
नुरवी पूर्वी प्रेम कृपा जयाची,
सर्वांगी सुंदर उटी शेंदुराची,
कंठी झळके माळ मुक्ताफळाची,
जय देव जय देव जय मंगलमूर्ती,
दर्शनमात्रे मन कामना पुरती,
जय देव जय देव ॥
Sukh Karta Dukh Harta Vighnachi Lyrics
Populer Ganesh Stuti Lyrics

Sunday, September 1, 2024

જાગો જાગો હરે ત્રીપુરારી | Jago Jago Hare Tripurari Lyrics

 

જાગો જાગો હરે ત્રીપુરારી જટાળા જોગંદર ,
જળ વરસાવો જળાધારી ઓ જોગંદર ,
ॐ નમઃ શિવાય , ॐ નમઃ શિવાય ,
તમે પશુપતિ કહેવાણા છો ,
રુડા પશુ થી કેમ રીસાણા છો
હે..તારી નંદી પર અશવારી,જટાળા જોગંદર ,
ॐ નમઃ શિવાય , ॐ નમઃ શિવાય ,
તમે જગતના ઝેર ને પીધા છે,
અમ્રુત અવર ને દીધા છે
આજ અમને લેજો ઉગારી,જટાળા જોગંદર ,
ॐ નમઃ શિવાય , ॐ નમઃ શિવાય ,
તારા ભાલે તે ચાંદો જળકે છે,
તારી માથે ગંગાજી ખળકે છે
છે તારા ભરોસા ભારી,જટાળા જોગંદર ,
ॐ નમઃ શિવાય , ॐ નમઃ શિવાય ,

Jago Jago Hare Tripurari Lyrics

Monday, August 26, 2024

गुरुजी दरस बिन | Guruji Daras Bin Jiya Mora Tarse Lyrics

 

गुरुजी दरस बिन जिया मोरा तरसे,
गुरु जी मेरे नैनन में जल बरसे ,
गुरु जी दरस बिन जियरा मोरा तरसे,
मैं पापन अब उनकी रासी,
कैसे करें प्रभु निज की दासी,
काया कपत है तेरे डर से
गुरुजी दरस बिन जियरा मोरा तरसे,
पतित उदाहरण नाम तुम्हारा,
दीजे गुरु जी मुझको सहारा,
देखो दया और प्रेम नजर से
गुरुजी दरस बिन जियरा मोरा तरसे,
चरण पड़ी में आया तुम्हारी,
माफ़ करो अब भूल हमारी,
भुजा ग्रहो अपने करसे
गुरुजी दरस बिन जियरा मोरा तरसे,
तुम बिन और न पालक मेरा,
ब्रह्मानंद भरोसा तेरा,
विनती करत हूं तेरे दर पे
गुरुजी दरस बिन जियारा मोरा तरसे,
Guruji Daras Bin Jiyara Mera Lyrics
Guru Mukhi Bhajan Lyrics

Friday, August 23, 2024

સતી સીતાજી રથમાં બેઠા | Sati Sitaji Rathma Betha Lyrics

 

સતી સીતાજી રથમાં બેઠા
લક્ષ્મણ હાંકણ હારો
ઋષિમુનિના આશ્રમ જાતા
આવ્યો છે ગંગા કિનારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો ,
રડતે હૈયે સીતાજી બોલ્યા
શુ અપરાધ મારો હો
તન મનથી મેં રામને સેવ્યા
ધરમ સતીનો ધાર્યો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો ,
સતી સીતાજી રથમાં બેઠા
લક્ષ્મણ હાંકણ હારો
ઋષિમુનિના આશ્રમ જાતા
આવ્યો છે ગંગા કિનારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો ,
નગરમાં બે નર નારી લડતા
ધોબી બોલ્યો ધૂતારો હો
રામે સીતાને પાછા રાખ્યા
એવો નથી હું રાખનારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો ,
સતી સીતાજી રથમાં બેઠા
લક્ષ્મણ હાંકણ હારો
ઋષિમુનિના આશ્રમ જાતા
આવ્યો છે ગંગા કિનારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો ,
મારા માટે રામે રાવણ માર્યો
બાંધ્યો સાગર ખારો
જો ભાખીની ખબર હોત તો
પ્રાણ તજત હું મારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો ,
સતી સીતાજી રથમાં બેઠા
લક્ષ્મણ હાંકણ હારો
ઋષિ મુનિના આશ્રમ જાતા
આવ્યો છે ગંગા કિનારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો ,
Sati Sitaji Rathma Betha Lyrics
Prachin Gujarati Bhajan Lyric