Friday, March 15, 2019

ગિરી તળેટી ને કુંડ દામોદર || Giri Taleti Ne Kund Damodar || Narshih Maheta Bhajan Lyrics

ગિરી તળેટી ને કુંડ દામોદર.ત્યાં મહેતાજી ન્હાવા જાય;
ઢેઢ વરણ માં દ્રઢ હરિભક્તિ,તે પ્રેમ ભરીને લાગ્યા પાય...ગિરી,

કર જોડીને પ્રાથના કીધી,વિનંતી તણાં વદ્યા રે વચન;
મહાપુરુષ અમ અરજ એટલી,અમારે આંગણે કરો રે કીર્તન...ગિરી,

પ્રેમ પદારથ અમો પામીયે,વામીએ જનમ મરણ જંજાળ,
કર જોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ ...ગિરી,

પક્ષાપક્ષી  ત્યાં નહિ પરમેશ્વર,સમદ્રષ્ટિ ને સર્વ સમાન;
ગૌવમુત્ર તુલસી વૃક્ષ કરી લીપજો,એવું વૈષ્ણવને આપ્યુ વરદાન...ગિરી,

મહેતાજી નિશાળે આવ્યા,લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ;
ભોર થયા લગી ભજન કીધું, સતોષ પામ્યા સૌ વૈષ્ણવ   ...ગિરી,

ઘેર પધાર્યા હરિજશ ગાતા,વાજતા તાલ શંખ-મૃદંગ
હસી હસી નાગરો તાળીયો લે છે,આ શા રે બ્રાહ્મણના ઢંગ ?...ગિરી,

મૌન ગ્રહીને મહેતાજી ચાલ્યા,અધવધરાને શું ઉત્તર દઉં ?
જગ્યા લોક નાર નારી પુછે,મહેતાજી તમે  એવા શું ?  ...ગિરી,

નાત ન જાણો ને જાત ન જાણો,ના જાણો કઈ વિવેકવિચાર;
કર જોડી કહે નરસૈયો,વૈષ્ણવ તણો મને છે આધાર ...ગિરી,

-નરસિંહ મહેતાં 


No comments:

Post a Comment