Friday, April 12, 2019

આલમઘણી તારી વાટ જોતા|| Alam Dhani Tari Vat Jota || Dewayat Pandit Lyrics

આલમઘણી તારી વાટ જોતા જગ ચાર સ્વપ્ન વહી ગયા,
અમઘેર આવો આલમ રાજા આવો હો પૃથ્વીના પલાણ,...આલમઘણી,

અસલ જુગનાં રાજીયા આકાશે દેવ તમને સમરે,
પાતાળે ભોરિંગ મત લોકનો માનવી સમરે ,...આલમઘણી,

સ્વર્ગાપૂરનો સંગ, હીરાના મુલ હીરે જડ્યા,
રતન જાયા થંભ, આલમધણી મારા પાટે પધારો,..આલમઘણી,

તોરલ પધાર્યા શંકરઘર પાર્વતી પૂછે નિજયાધારી રીત,
બ્રહ્મા ઘરે બ્રહ્માણીયુ છે નાગણા ઘેરે ભીમ ,.....આલમઘણી,

પાંચ સાત નવ બાર કરોડ તેત્રીશ નિવારણ,
સતનો પાટ પુરાવો નકળંગી તો કોટવાળ ,....આલમઘણી,

દેવાયત પંડિત બોલ્યા જૂની વાચા પાળ,
મેઘારાણી વાટુ જોઉ હાથમાં લઈ વરમાળ,....આલમઘણી,

-દેવાયત પંડિત,

No comments:

Post a Comment