ધ્યાન ધણીકેરું ધરવું રે બીજું મારે શુંકરવું રે.
શું કરવુંરે સુંદરશ્યામ બીજાને મારે શુંકરવું રે.
નિત્ય ઉઠીને અમે નાહિયે ન ધોઈએ રે.
ધ્યાન ધણી તણું ધરીયે રે....બીજું મારે
સંસારસાગર મહાજાળ ભરિયો રે વાલા
તારા ભરોસે અમે તરીયે રે....બીજું મારે
સાધુજનોને ભોજન જમાડીએ વા.લા.
જૂઠું વધે તે અમે જમીયે રે....બીજું મારે
વૃંદા તે વનમાં રાસ રસ્યો રે વા.લા.
રાસમંડળ તો અમે રમીયે રે...બીજું મારે
હીર ને ચીર મને કામ ન આવે વા.લા
ભગવા પહેરીને અમે ભમીએ રે...બીજું મારે
બાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગર
ચરણકમળ માં ચિત્ત ધરીયે રે....બીજું મારે,
No comments:
Post a Comment