ગોવિંદ ના ગુણ ગાશું;
રાણાજી અમે ગોવિંદ ના ગુણ ગાશું,
ચરણામૃત નો નિયમ હમારે,
નિત્ય ઉઠીને મંદિર જાશું,...રાણાજી અમે,
રાણોજી રૂઠશે તો રાજ તેજાવશે,
પ્રભુ રૂઠશે તો મરી જાશું,...રાણાજી અમે,
વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા,
ચરણામૃત કરી લેશું,...રાણાજી અમે,
બાઈમીરા કહે પ્રભુ ગિરધર નાગુણ,
ચરણકમળ પર વારી જાશું,...રાણાજી અમે,
-મીરાંબાઈ,
No comments:
Post a Comment