જ્ઞાનકટારી મારી અમને
પ્રેમ પ્રેમકટારી મારી રે.
મારે આંગણે રે રામજી
તપસીઓ રે તપે રે.....
કાને કુંડળ જટાધારી રે.
રાણાજી અમને...જ્ઞાનકટારી,
મકનોસે હાથી રામજી લાલ અંબાડીરે
અંકુશ દઈ દઈ હારી રે....રાણાજી
ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે
એવી છે ભક્તિ અમારી રે..રાણાજી
બાઈમીરા કે પ્રભુ ગિરધર નાગર
ચરણકમળ બલિહારી રે...રાણાજી,
No comments:
Post a Comment