હરિ મને પાર ઉતાર,
નમી નમી વિનતિ કરું છું,
જગતમાં જનમીને બહુ દુઃખ દેખ્યા,
સંસાર શોક નિવાર,....નમી નમી,
કષ્ટ આપે મને કર્મના બંધન,
દૂર તું કર કિરતાર ,.....નમી નમી,
આ સઁસાર વહ્યો વહ્યો જાય છે,
લક્ષ ચૌરાશી ધાર ,.....નમી નમી,
મીરા કહે પ્રભુ ગિરધર નાગર,
આવાગમન નિવાર,.....નમી નમી,
-મીરાંબાઈ,
No comments:
Post a Comment