Tuesday, August 20, 2019

જૂનું તો થયું રે || Junu To Thayu Re Lyrics || Bhajan Lyrics

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જુનુતો થયું,

આરે કાયા રે હંસા ડોલવાને લાગી વાલા,
પડી ગયા દાંત માયલું રેખું તો રહ્યું,....મારો હંસલો નાનો ને,

તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,
ઉડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું,....મારો હંસલો નાનો ને,

બાઈ મિરાકહે પ્રભુ ગિરધર ના ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પિલાઉ,....મારો હંસલો નાનો ને,

-મીરાંબાઈ,

No comments:

Post a Comment