કામ ક્રોધ મન માયલાને વારો રે,
સાધુ ધરમ સંભારો રે હો ,...જી,
મન વાત બાવો શું સમજાવે રે,
પવન વેગથી ન્યારો રે સંતો,
આઠકુળ પર્વત પર ધરા ધ્રુજી રે,
ભેળા હનુમો હશે રે હો ,...જી,
દશમે દરબાર ગુરુએ દયા વરતાવી રે,
રણ વગડામાં ગુરુએ રમતું માંડી રે,
પાપી પરલે હોંશે જી,...રે કામ,
મનના માન્યા મેરુએ મેઘ વરસાવ્યો રે,
ત્યારે પડઘે કાલિંગો ભાગ્યો રે...જી, કામ,
નાગરવેલ નિત્યે ફળ હોશે રે,
એવા વાજિયા વધારે બાવો કરશે જી, રે કામ,
એ અમરફળ સાધુ ધને હોશે ત્યારે,
ત્યાં કાળીગા ને મારો રે, જી,...રે કામ,
મેં પણ લોભી મેં પણ લાલચુ રે,
ચરણાંગત સ્વામી તારો રે,જી,...રે કામ,
સઘળા પંડિત ના ગુરુ દેવાયત બોલ્યા રે,
મેં આધીન તરોતા રે,....કામ,
-દેવાયત પંડિત,
No comments:
Post a Comment