Tuesday, August 20, 2019

કાનુડો માંગ્યો દેને || Kanudo Magyo Dene Lyrics || Bhajan Lyrics

 કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા,

 કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા,
 કાનુડો માંગ્યો દેને,

આજની રાત અમે રંગ ભર રમશું,
પરભાતે પાછો માંગી લ્યોને જશોદા મૈયા,... કાનુડો માંગ્યો,

રતિ ભરેય  અમે ઓછું નવ કરીયે,
ત્રાજવડે તોળી તોળી લ્યોને જશોદા મૈયા,... કાનુડો માંગ્યો,

હાથી ઘોડા ને આ માલ ખજાના,
મેલ્યું સમજીને તમે લ્યોને જશોદા મૈયા,... કાનુડો માંગ્યો,

બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના નાગર,
ચરણ કમળ મને દયો ને જશોદા મૈયા,... કાનુડો માંગ્યો,

-મીરાંબાઈ,

No comments:

Post a Comment