Sunday, August 18, 2019

માછીડા હોડી હંકાર || Machhida Hodi Hankar Lyrics || Bhajan Lyrics

માછીડા હોડી હંકાર મારે જાવું હરિ મળવાને,
હરિ મળવાને પ્રભુ મળવાને,...માછીડા હોડી હંકાર,

તારી હોડીને હિરલે જડાવું ફરતી મુકાવું ઘુઘર માળ,
સોનૈયા આપું રૂપૈયા આપું આપું હૈયા કેરો હાર,...મારે જાવું,

આ તીરે ગંગા ને પેલે તીરે જમના, વચમાં વસે નંદલાલ,
કાલિંદી ને તીરે ધેનુ ચરાવે વ્હાલો બની ગોવાળ,...મારે જાવું,

વૃંદાવન ની કુંજ ગલીમાં ગોપી સંગ રાસ રમનાર,
બાઈમીરા કહે ગિરધર નાગર કૃષ્ણ ઉતારો પેલે પાર,...મારે જાવું,


-મીરાંબાઈ,





No comments:

Post a Comment