નાનું સરખું ગોકુળિયું
મારે વ્હાલે વૈકુંઠ કીધું રે...,
ભક્ત જનોને લાડ લડાવી
ગોપીયો ને સુખ દીધું રે ...,
ખટદર્શન ખોળ્યો ન લાધે,
મુનિજનને ધ્યાન ના'વે રે,
છાસ વલોવે નંદ ઘેર વ્હાલો
વૃંદાવન ધેનુ ચરાવે રે,
વણ કીધે વ્હાલો વાતો કરે,
પૂરણ બ્રહ્મ અવિનાશી રે,
માખણ કાજ મહિયારી આગળ,
ઉભો વદન વિકારી રે,
બ્રહ્માદિક જેનો પાર ન પામે,
શંકર કરે ખવાસી રે,
નરસૈંયાનો ભક્ત તણે વશ,
મુક્તિ સરીખી દાસી રે,
--નરસિંહ મહેતા,
No comments:
Post a Comment