પાણી કેરી બુંદ પરમેશ્વર ઉપાઈ, એસી દાતાર દઈ રે,
ઘણ ને એરણ કાયા લુવાર, પંખીણી એસી ઉપાઈ દાતાર,
સોળસો સંધુ મારે વાલે સંજાટળયું, નવસો ઉપાઈ માઈ નાડી રે,
પવન પુરુષ માંહી બેસાડ્યો, સિંસાઈ તે કાયા ગઢ વાડી રે,
હાથ પગ તુને પૂર્ણ કીધા, કાન સાંભળવા સારું દીધા રે,
પંચ મળી મુખડો બોલવા દીધો રે,નેણ જોવા સારું દીધા રામ,
કાયાનો કોટ મારે કારીગરે બનાવ્યો,ભીતર રાખ્યો માય કાચો રામ,
શોભાજી નો સંત દેવાયત બોલિયાં, એક અલખનામ સાચો રામ,
દેવાયત પંડિત,
No comments:
Post a Comment