પાતાળમાંથી જે દી શેષનાગ ચડશે,
બાવન કરોડ દળ યોધ્ધા રે,
કાળાઘોડા જેને કાળી ટોપીઓ,
કળા નિશાન ફરુકશે,..પાતાળમાંથી,
હે જી દક્ષિણ દિશામાંથી હનુમાન જે દી ચડશે,
અઢાર કરોડ દળ યોધ્ધા રે
લીલા ઘોડા લીલી હશે ટોપીયું,
લીલા નિશાન ફરુકશે,..પાતાળમાંથી,
હે જી કૈલાસમાંથી જેદી ભોળાશંભુ આવશે,
બાણું  કરોડ દળ યોધ્ધા રે
ભગવા ઘોડા જેની ભગવી રે ટોપીયું
ભગવા નિશાન ફરુકશે,..પાતાળમાંથી,
હે જી કુડિયા કપટી ઘાણીએ ઘાલશે,
રક્ત ની નદીઓ વહેશે રે,
ઈ રે રક્ત ની દીવીઓ જલશે
એના અજવાળે આલમ
રાજા  આવશે રે....પાતાળમાંથી,
હે જી ઉત્તર દિશાથી જે દી કાળીગો ચડશે,
બારસો કરોડ દળ યોધ્ધા રે,
બારગાવ બીછાવશે એના બિછાવાણા,
કાળીગાની કચેરી ભરાશે..પાતાળમાંથી,
હે જી પિંડનો હવે ભાઈ પ્રલય થાશે
પિંડમાં તાર એક હશે રે,
સોળ  કળાનો સુરજ ઉગશે
ત્રાંબા વરણી ધરતી થાશે,..પાતાળમાંથી,
હે જી નવસો નવાણું નદીઓ સુકાશે
સતિયા કાળ  રેશે  રે,
ખારા સમુંદરમાં એક વીરડો ખોદાશે
પાણી તો કાટલે વેસાશે,..પાતાળમાંથી,
હે જી સાત વર્ષે ગર્ભ ધારણ કરશે
વીસ  વર્ષનું  આયુષ   રે,
એ બગલા જોઈને નારીયું દોડશે
નવ નરને એક નારી,..પાતાળમાંથી,
હે જી ત્રણ હાથનો પુરુષ થાશે,
નવ  હાથની   નારી  રે.
એ અઢાર હાથનું ખડ્ગ લેશે,
નારી  રણમાં લડશે ,..પાતાળમાંથી,
હે જી પીપળે હવે  ફુલડાં આવશે,
ફુલડાંનાં  ગજરા  ગૂંથાશે રે.
ઈ રે ગજરા જોને કાલિંગા ને ચઢશે,
આલમ રાજા જાદ્રારાણી
ને  પરણશે ,..પાતાળમાંથી,
હે જી ગત ગંગાનો દાસદેવાયત બોલ્યા,
ચોથા  જુગની  વાણી રે.
સંવત સત્તર ને વર્ષ અઠાણું
નવ્વાણુંમાં નકળંગ ચડશે,..પાતાળમાંથી,
 
No comments:
Post a Comment