પ્રભુ વિના બીજે ક્યાંય સુખ નથી
સુખ છે તમારા ચરણો માં,...હો શ્યામળિયા જી,
સુખ છે તમારા ચરણો માં
એ મારા ગુરુ એ કહ્યું કરણ માં,...હો શ્યામળિયા જી,
જપ તપ તીરથ મારે ચારે પદારથ
એ સૌ આપના છે શરણો માં,...હો શ્યામળિયા જી,
પ્રેમ કરીને હૃદયમંદિરે પધારો
ન જોશો જાત પાત વરણ મા ,...હો શ્યામળિયા જી,
બાઈમીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ
આડે આવજો મારા મરણ માં ,...હો શ્યામળિયા જી,
-મીરાંબાઈ,
No comments:
Post a Comment