પ્રેમની પ્રેમની પ્રેમની રે,
મને લાગી કટારી પ્રેમની રે,....
જળ જમનાં ના ભરવા ને ગ્યાતા,
હતી ગાગર માથે હેમની રે,...મને લાગી,
કાચે તે તાંતણે હરિ જી એ બાંધી,
જેમ ખેંચે તેમ તેમની રે,...મને લાગી,રે,
બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નગર,
શ્યામળી સુરત શુભ એમની રે,...મને લાગી,
-મીરાંબાઈ,
No comments:
Post a Comment