ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે,
સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી રે,...ભોળી,
શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઈ ને લેવા મુરારી રે,
આનાથ ના નાથને વેચે, આહીર ની નારી રે,...ભોળી,
વ્રજ નારી પૂછે શું છે માહી, મધુરી મોરલી વાગી રે,
મટુકી ઉતારી માંહે જોતા, મુર્છા સૌને લાગી રે,...ભોળી,
બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા, કૌતુક ઉભા પેખે રે,
ચૌદ લોકમાં માય ન તેને મટુકીમાં બેઠા દેખે રે,...ભોળી,
ભક્ત જનોના ભગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતર જામી રે,
દાસલડાંને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે,....ભોળી,
=નરસિંહ મહેતા,
No comments:
Post a Comment