રાખો રે શ્યામ હરિ
લજ્જા મોરી રાખો શ્યામ હરિ,
ભીમ હી બૈઠે અર્જુન હી બૈઠે
તેને મારી ગરજ ન ન સરી,...લજ્જા,
દુષ્ટ દુર્યોધન ચીરને ખેંચાવે
સભા બીચ ખડી રે કરી,...લજ્જા,
ગરુડ ચડી ગોવિંદજી આવ્યા
ચિરના તો વહાણ ભરી,...લજ્જા,
બાઈમીરા કહે પ્રભુ ગિરધર નાગુણ
ચરણે આવી તો ઉગરી,...લજ્જા,
-મીરાંબાઈ,
No comments:
Post a Comment