Friday, June 11, 2021

મેણાં ના કોઈ ને મારો | Mena Na Koi Ne Maro Lyrics | Bhajan Lyrics

 મેણાં ના કોઈ ને મારો મનવા મેણાં ના કોઈ ને ...

વીરા તમે વાણી વદતાં વિચારો મનવા મેણાં ન ....


સતી પાર્વતી પાણી ભરે ત્યાં સાગરે શબ્દ ઉછર્યો 

ત્રણ ભુવનના નાથની નારીને મળ્યો નહિ જલ ભરનારો ...


ગાગર ભરી ને ગવરી ચાલ્યા અંગમાં લાગ્યો અંગારો 

મહાસાગરે મને મેણુરે માર્યું એનું ગુમાન ઉતારો ...


સુણી વચને શંકર બોલ્યા ધીરજ મનમાં ધરો

સાગર કિનારે આસન વળ્યાં જાપ જપે જટાવાળો ...


ત્રણ દિવસ શિવે તપ કર્યું  ત્યાં બળવા લાગ્યો કિનારો 

કર જોડીને સાગર વિનવે ક્ષમા કરોને દોષ મારો ...


બ્રહ્મા વિષ્ણુ કહે સાગરને હાથે કરીને કા હાર્યો 

ચૌદ રતન તેના લૂંટી લીધા ને કીધો સાગર ખારો ...


ગુરુને પ્રતાપે ભણે પુરસોત્તમ બોલતા બોલ વિચારો 

સિંધુ  પુરી મને ચરણે રાખીને ભવસાગરથી તારો ...

 

No comments:

Post a Comment