Friday, March 15, 2024

હું તો આ ચાલી ભરવાને પાણી | Hu To Aa Chali Bharva Pani Lyrics

 

હું તો આ ચાલી ભરવાને પાણી ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
છોડી પિયરીયું મારે જાવું સાસરીયે ,
તેમાં સરમ મને સાની , 
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
હવે પીયુજી વિના ઘડીએ ના ચાલે ,
વીતી જાશે આ જુવાની ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
ઇંગલા પિંગલા નો મારગ છોડી,
હું સુસમણા માર્ગ જવાની ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
ઉધમુધ કુવો બેની ગગનમંડલ માં,
એમાં અમૃત ભર્યું છે પાણી ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
અધળ પધળમાં ગુરુજી બિરાજે ,
એની પૂરી મળી છે એંધાણી ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
"દાસ સતાર" કહે ગુરું અનવર મળીયા ,
એવી વાતું બતાવી સાની સાની ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
Hu To Aa Chali Bharva Pani Lyrics
Das Satar Bhajan Lyrics  

No comments:

Post a Comment