Saturday, June 15, 2024
પ્રીતમ વરની ચૂંદડી રે | Pritam Var Ni Chundadi Lyrics
પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે
ધરમ ને ઘોળી લઇ ને , હરી નામ જોતરીયા રે
પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે
વિચાર કરીને વણ વાવિયું‚ વણ તો મુનિવરનું ઠરિયું રે
વિગતેથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે
નિર્મળ નિર્મળ કાંતિયું ,સુરતા ટાણે તાણીયું રે
સોય લીધી સતગુરુ નામની‚ દશનામ દોરા એમાં ભરિયા રે
મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે
શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં‚ સુરતા સમરતી બે જાનડિયું રે
ગુરુદેવે દીધી કન્યાદાનમાં , ભક્તિ મુક્તિ બે ગાડીયા
હરદમ રથ લઈને હાલિયા‚ જાનું અહોનિશ ચડિયું રે
-
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી, કાના' જડી હોયતો આપ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી નાગ...
-
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા , શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા , તું તો સોનાની નગરી વારો , દેવ મારો દ્વાર...
-
વા વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળ માં ટહુક્યા મોર, મળવા આવો સુંદીરવર શામળિયા, તમે મળવા તે ના'વો શા માટે, નહિ આવો તો નંદજી ની આ...
No comments:
Post a Comment