હેજી વાલા પોપટ બોલે પાંજરે,
જુગતી હરીની ન જાણી ,
અકળ કળા અવિનાશી ની
સુમરો સારંગ પાણી ,
હેજી વાલા સુનમાં તો સુડલા ની ચાંચ છે ,
પાંખે પદમ ની નિશાની ,
કોટે લીલો પીળો કાંડલો ,
પીવે ગંગા જળ પાણી ,
હેજી વાલા પુરણ બનાવ્યું આ પાંજરું ,
અક્કલ હોશિયારી આણી ,
સિદ્ધિ રે મેલી સળીયું પાંજરે ,
કોરણી અજબ કોરાણી ,
હેજી વાલા પ્રાણી પંખી બેઠો પાંજરે ,
મુખે વેદ વેદ વાણી ,
સમરણ કરે સદગુરૂકા ,
આલે આગમ એંધાણી ,
હેજી વાલા આનંદ પદને ઓળખો ,
નીરભે પદની નિશાની ,
દાસ કુબેરને નાનક મળીયા,
ભીતર જ્યોત દરશાણી ,
Popat Bole Panjare lyrics
Prabhatiya Bhajan Lyrics
કાન તારી મોરાલીયે મોહિને,
ગરબો ઘેલો કીધો.
એવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે મોરાલી ક્યારે વાગી.
હે કાન તારી મોરલીયે મોહિને…
હે કાન તારી મોરલીયે મોહિને,
રોતા બાલ મેલ્યા.
એવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે વિજોગન કયારે રે વાગી.
કાન તારી મોરલીયે મોહિને…
કાન તારી મોરલીયે મોહી ને,
મા ને બાપ મેલ્યા.
ઈવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે વાંસલડી ક્યારે વાગી.
હે કાન તારી મોરાલીયે…
Kan Tari Moraliye Mohi Lyrics
Garba Lyrics