કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે...
એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે... કાનજી,
માખણ ખાતા નહોતું આવડતું મુખ હતુ તારૂં એંઠું રે...
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠુ રે... કાનજી,
ઝુલણ પે'રતા નો'તુ આવડતું અમે તે'દી પહેરાવતા રે...
ભરવાડો ની ગાળ્યું ખાતો અમે તે'દિ છોડાવતા રે... કાનજી,
કાલો ઘેલો તારા મત-પિતાનો અમને શેના કોડ રે...
કરમ સંજોગે આવી ભરાણા આંગણા જોડા જોડ રે...કાનજી,
ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલુ ઘેલું રે...
ભલે મળ્યાં મેતા નરસિંહ ના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે...કાનજી,
-નરસિંહ મહેતા
No comments:
Post a Comment