કેસર ભીના કાનજી,
કસુંબે ભીની નાર;
લોચન ભીનાં ભાવશુ,
ઊભા કુંજને દ્વાર ... કેસરભીના કાનજી,
બેમાં સુંદર કોને કહીયે,
વનિતા કે વ્રજનાથ;
નિરખું પરખું પ્રુરુષોત્તમને, કાનજી
માણેકડા બેઉ હાથ ... કેસરભીના કાનજી,
વેગે કુંજ પધારિયા,
લચકે થઈ ઝકઝોળ;
નરસૈયાનો સ્વામી ભલે મળ્યો,
રંગ તણા બહુ રોળ ... કેસરભીના કાનજી,
-નરસિંહ મહેતા
No comments:
Post a Comment