Tuesday, August 20, 2019

એ ઢોલ ધરમના || Ae Dhol Dharamna Lyrics || Bhajan Lyrics

એ ઢોલ ધરમના જે દી વાગશે રે
એવા  વેમળ વાય રે,
એવા શુરા રે શુરા શબ્દોમાં ચાલશે,
પચ્છિમ ધરાની માય રે    એ...ઢોલ
એ પ્રથમ પાટ પ્રકાશ હોંશે
બળી રાજાને દ્વાર રે.
એવી તારુડી  સોને તારશે,
દેવ તણા દરબાર રે    એ....ઢોલ
એ   એવા રાજા તણા હોંશે કાવડિયા
ને પંડિત પાળા  જાય  રે,  એ....ઢોલ
એ   હનમો  જતી  વાયરા ફેરવશે,
મેઘાના  મંડપ  માય રે,
એ   એવા ઓતરથી અસવાર આવશે,
પગલે  ધરશે  પાપ રે,
એ   કુડિયા જનને  બાવો ખોદશે ને
જંબુ દીપની માયરે   એ....ઢોલ
એ   તીર હોશે તોતેર મણના,
મણ  ત્રીસની કમાણ   રે.
એ    એવા જોદ્ધો જે દી આવશે
મારા સાહેબને  દરબાર રે   એ....ઢોલ
એ  ધરમ અનેતલ  દુજ શેરે
અજ્ઞાન  ભાગ્યા  જાય રે.
એ   એવી સવામણી મુદ્રિકા ઉતારશે
સવરા મંડપની માય રે   એ....ઢોલ
એ  એવા મુશળધાર વરસે મેહુલિયાને
વરસે  અનરાધાર  રે,
એ  એવા ભયથી કાળીગો ભાગશે રે
રામદેવના થાશે જયજયકાર રે એ....ઢોલ
એ  એવા દશકરે માટીએ સાતશેને,
અને વાઘે ગાય ભડકે નહીં,
એ  એના નકલંગી  ઘોડો ફેરવશે,
સતયુગ થાપશે  ત્યાંય રે   એ....ઢોલ,
એ  એવા ધોળે કળશ સ્થાપશે
ને ધુણી એ વીર  રે ,
એ શોભાજીનો ચેલો દેવાયત બોલિયાં રે,
જય જય રામદેવ વીર રે,  એ....ઢોલ,

No comments:

Post a Comment