આજ મારે ઘેર આવોને મહારાજ,
આજ મારી મિજબાની છે રાજ,
મારે ઘેર આવોને મહારાજ,
ઉંચા રે બાજોઠ ઢળાવું,
અપને હાથસે ગ્રાસ ભરાવું,
ઠંડા જળ ઝારી ભરી લાવું ,
રુચિ રુચિ પાવન મહારાજ,...આજ મારે ઘેર,
બહુ મેવા પકવાન મીઠાઈ,
શાક છત્તીસે જુગતે બનાઈ,
ઉભી ઉભી સમર ઢોળું રાજ,
લાગો સોહામણા મહારાજ ,...આજ મારે ઘેર,
ડોડા એલચી લવીંગ સોપારી,
કાથા ચુના પાન બીડાવી,
અપને હાથસે બીડા બનાઉં,
મુખસે ચાવના મારાજ ,...આજ મારે ઘેર,
મોર મુકુટ પીતાંબર સોહે,
સુરનર મુનિજન કે મન મોહે,
મીરાંકે પ્રભુ ગિરિધર લાલ,
દિલ બીચ ભરના મહારાજ,
-મીરાંબાઈ,
No comments:
Post a Comment