એવો તો રામરસ પીજીયે ,
હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીયે,
ત્યજી દુઃસંગ સત્સંગમાં બેસી,
હરિગુણ ગાઈ લાહવો લીજીયે...હો ભાગ્યશાળી,
મમતાને મોહજંજાળ જગ કેરી,
ચિત્ત થકી દુર કરી દીજિયે, ...હો ભાગ્યશાળી,
દેવોને દુર્લભ દેહ મળ્યો આ,
તેને સફળ આજ કીજીયે, ...હો ભાગ્યશાળી,
રામનામ રીજિયે આનંદ લીજીયે,
દુર્જનિયાંથી ન બ્હીજીએ, ...હો ભાગ્યશાળી,
મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ,
હેતે હરિરંગ ભીંજીયે , ...હો ભાગ્યશાળી,
-મીરાંબાઈ,
No comments:
Post a Comment