Tuesday, August 20, 2019

દવ તો લાગેલ || Dav To Lagel Lyrics || Bhajan Lyrics

દવ તો લાગેલ ડુંગર મેં,
કહોને ઓધાજી હવે કેમ કરીયે,
કેમ તે કરીયે અમે કેમ તે કરીયે,

હાલવા જઇયે તો વ્હાલા હાલી ન શકીયે,
બેસી રહીયે તો અમે બળી મરીયે રે,...કહોને,

આરે  વરતીએ નથી ઠેકાણું રે વ્હાલા,
પર વરતી ની પાંખે અમે ફરીયે  રે,,...કહોને,

સંસારસાગર મહાજળ ભરિયા વ્હાલા,
બાંહેડી ઝાલો ની કર બુડી મરીયે રે,,...કહોને,

બાઈમીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ,
ગુરુજી  તારો  તો અમે  તરીયે  રે,,...કહોને,

-મીરાંબાઈ,

No comments:

Post a Comment