હું રોઈ રોઈ અખિયાં રાતી કરું,
રાતી કરું ગીત ગતિ કરું,...હું રોઈ રોઈ,
અન્ય કોઈ મારી નજરે ન આવે,
વર તો એક ગિરધારી વરુ,...હું રોઈ રોઈ,
સેવાને સમરણ એનુજ નિશદિન,
હૃદયકમળ માં ધ્યાંન ધરું,...હું રોઈ રોઈ,
મીરાકહે પ્રભુ ગિરધર નાગર,
ગંગા જમનામાં ન્હાતી ફરું,...હું રોઈ રોઈ,
-મીરાંબાઈ,
No comments:
Post a Comment