Saturday, August 17, 2019

પે લા રે પે લા રે || Pela Re Pela Re Lyrics || Bhajan Lyrics

પે લા રે પે લા રે પવન ફરકશે રે,
નદીએ નવ હોય નીર,
ઓતર દિશાથી સાયબો (નકલંગ)આવશે,
આવશે હનુમાન વીર,...દેવાયત પંડિત દાડા દાખવે,

સુણ લ્યો દેવલ દે નાર,
આપણા ગુરુએ આગમ ભાખિયા રે,
જુઠડાં  નહિ  રે  લગાર,
લખ્યારે ભાખ્યારે સોય દિન આવશે,...દેવાયત પંડિત,

ધરતી માથે રે હેમર હાલશે,
સૂના હશે નગરને મોજાર,
લખમી લુંટાશે લોકો તણી રે,
નહીં હોય રાવ કે ફરિયાદ,....દેવાયત પંડિત,

પો રો રે આવશે સંતો પાપનો,
ધરતી  માગશે રે  ભોગ,
કેટલાક ખડગે  સંહારશે,
કેટલાક મરીજશે રોગ ,....દેવાયત પંડિત,

જતી સતી ને સાબરમતી રે,
ત્યાં થાશે સુરાનો સંગ્રામ,
કાયમ કાલિંગાને મારશે રે,
ને  નકળંગ ધરશે  નામ,....દેવાયત પંડિત,

ખોટા પુસ્તક ને ખોટા હશે પાનિયા રે,
ને ખોટા હશે કાજીના કુરાન,
અસલજાદી સુડલો પેરશે ,
અવાહશે અગમના એંધાણ,....દેવાયત પંડિત,

કાંકરિયા તળાવે તંબુ તણાશે રે,
સો સો  ગામની  હશે  સીમ,
રુડીવેળા હશે  રળિયામણી,
ભેળા હશે અર્જુન ને ભીમ,....દેવાયત પંડિત,

સોળ કળાનો સુરજ ઉગશે,
ધરતી ત્રામ્બાવરણી થાશે,
કળિયુગ ઉથાપી સતયુગ સ્થપાશે,
આવીવાણી દેવાયત પંડિત ગાય,....દેવાયત પંડિત,

-દેવાયત પંડિત,

No comments:

Post a Comment