Wednesday, August 21, 2019

જે ગમે જગત ગુરૂ || Je Game Jagat Guru Lyrics || Bhajan Lyrics


જે ગમે જગત ગુરૂ  જગદીશ ને,
તે  તણો  ખર ખરો  ફોક કરવો'
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે  એજ  ઉદ્દવેગ ધરવો। ....જે  ગમે,

હું કરું હું કરું એજ અજ્ઞાનતા,
શકટ નો  ભાર જેમ શ્વાન તાણે,
સૃષ્ટિ મંડાણ છે સર્વં એણી પેરે,
જોગી જોગેશ્વરા કો'ક જાણે ....જે  ગમે,

નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી,
શત્રુ મારીને  સૌ મિત્ર  રાખે,
રાય ને રંક કોઈ દ્રષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે ....જે  ગમે,

ઋતુ-લતા પત્ર -ફળ-ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન  વ્યર્થ શોચે,
જેહ ના ભાગ્ય માં જે સમે જે લખ્યું,
તેહને  તે સમે તે જ પહોંચે ....જે  ગમે,

ગ્રંથે ગડબડ કરી વાત ન ખરી કરી,
જેહને  જે  ગમે  તેહ પૂંજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે ....જે  ગમે,

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ  કાચું,
જુગલ કર જોડી નરસૈંયો એમ કહે,
જન્મ-પ્રતિ જન્મ હરિને જાણવું ....જે  ગમે,

--નરસિંહ મહેતા,











No comments:

Post a Comment