Wednesday, August 21, 2019

જ્યાં લગી આત્મ તત્વ || Jya Lagi Aatm Tatva Lyrics || Bhajan Lyrics


જ્યાં લગી આત્મ તત્વ ચિન્ત્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ  જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી,

શુ થયું સ્નાન, સન્ધ્યા ને પૂજા થકી,
શું થયું ઘેર  રહી  દાન દીધે
શું થયું જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લુંચન કીધે

શુ થયું તપ ને તીરથ કીધા થકી,
શુ થયું  માળ ગ્રહી નામ લીધે
શુ થયું  તિલક ને તુલસી ધાર્યા થકી.
શુ થયું ગંગા જળ પાન કીધે।

શુ થયું વેદ વ્યાકરણ વાણી વધે,
શુ થયું રાગ ને રંગ માણ્યે,
શુ થયું ખટ દર્શન ભેદ સેવ્યા થકી,
શુ થયું વરણ ના ભેદ આણ્યે,

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
જ્યાં લગી પરમ પરબ્રહ્મ ન જોયો,
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણી જન્મ ખોયો,

--નરસિંહ મહેતા


No comments:

Post a Comment