Tuesday, August 20, 2019

કાનુડો શુ જાણે || Kanudo Shu Jane Lyrics || Bhajan Lyrics

કાનુડો શુ જાણે મારી પીડ,

કાનુડો શુ જાણે મારી પીડ,
બાઈ અમે બાળ કુંવારા રે,....કાનુડો શુ જાણે,

જળ રે જમનાના અમે ભરવાને ગયા તા વાલા,
કાનુડે ઉડાડ્યા આછા નીર ઉડ્યા ફર ર ર ર રે,....કાનુડો શુ જાણે,

વૃંદા રે વનમાં વ્હાલે રાસ રચ્યો ને,
સોળસે ગોપીના તાણ્યાં ચીર,ફાટ્યા સ ર ર ર રે,....કાનુડો શુ જાણે,

જમુનાને કાંઠે વ્હાલો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી ભાગ્યા ઢોર, ભાગ્યા હર ર ર ર રે,....કાનુડો શુ જાણે,

હું વૈરાગી કાના તમારા  નામની રે,
કાનુડે માર્યા છે અમને તીર, વાગ્યા અર ર ર ર રે,....કાનુડો શુ જાણે,

બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ,
કાનુડે બાળીને કીધા ખાક,રાખ ઉડી ખર ર ર ર રે,....કાનુડો શુ જાણે,

-મીરાંબાઈ,

No comments:

Post a Comment