Tuesday, August 20, 2019

તું સત્સંગ નો રસ || Tu Satsang No Ras Lyrics || Bhajan Lyrics

તું સત્સંગ નો રસ ચાખ,

સત્સંગ નો રસ ચાખ પ્રાણી,
તું  સત્સંગ નો  રસ ચાખ,...પ્રાણી તું,

પ્રથમ લાગે તીખો ને કડવો,
પછી  આંબા કેરી  શાખ,...પ્રાણી  તું,

આરે કાયાનો ગર્વ ન કીજે,
અંતે  થવાની  છે  રાખ,...પ્રાણી  તું,

હસ્તી ને ઘોડી માલ ખજાના,
કાઈ ના  આવે  સાથ,...પ્રાણી  તું,

સત્સંગથી બે ઘડીમાં મુક્તિ,
વેદ  પૂરે  છે  સાખ ,...પ્રાણી   તું,

બાઈમીરા ક્હેપ્રભુ ગિરધર નાગુણ,
હરિ ચરણ ચિત્તરાખ ,...પ્રાણી   તું,

-મીરાંબાઈ,


No comments:

Post a Comment