વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, એમાં શું કરે પંડિતને કાજી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, ....
કરમાં બાઈનો આરોગ્યો ખીચડો, વિદુરની ખાધી ભાજી,
એઠા બોર શબરીના ખાધા,છપ્પન ભોગ મેલ્યા ત્યજી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, ....
વિદુરને ઘેર શ્રીકૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યાતા માગી,
ગર્ભ કાઢીને છાલ ખવરાવી, વ્હાલે તોયે નાજોયું જાગી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, ....
ગણિકા હતી તે, પોપટ પઢાવતી, તેમાંથી લેહ એને લાગી,
શ્રીહરિ તેનેતો સ્હેજ માં મળ્યા, એની સંસારની ભ્રમણા ભાંગી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, ....
ભક્તિની લોકો નિંદા કરેને જગત થયું છે પાજી,
ભલે મળ્યા મહેતા નરશી નાસ્વામી, માથે ગિરધર રહ્યા છે દાગી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, ....
-નરસિંહ મહેતા,
No comments:
Post a Comment