Monday, May 31, 2021

પ્રથમ પહેલા પૂજા તમારી | Pratham Pela Pooja Tamari Lyrics | Ganesh Vandana

 પ્રથમ પહેલા પૂજા તમારી , મંગલ મૂરતિવાળા .

કોટી વંદન તમને સૂંઢણા , નમીયે નાથ રૂપાળા ગજાનન .


પ્રથમ સમરીયે નામ તમારું , તો ભાગે વિધાન અમારા .

શુભ શુકનીયે તમને સમરીએ , દિન દયાળુ દયાવાળા .


શંકટ હરણને અધમ ઓધારણ , ભય ભંજન રખવાળા .

સર્વ સફળતા તમથી ગણેશા , સર્વ સ્થળે સરવાળા ,


અકળ ગતિ છે નાથ તમારી , જય જય નાથ સૂંઢાળા .

દુઃખડા  હરોને સુમતિ આપો , ગુણના એક દંતવાળા .


જગત ચરાચર ગુણપતિ દાતા , હાનિ હરોને હરખાળા .

સેવક સમરે ગુણપતિ ગુણને ઉર્વમાં કરો અંજવાળા .

Friday, May 28, 2021

શ્રી રામ જય રામ જય જય રામ | Shree Ram Jay Ram Jay Jay Ram | Lyrics

શ્રી રામ જય રામ જય જય રામ ...

કૌશલ્યા કે પ્યારે રામ , દશરથ રાજ દુલારે રામ ...

સેવક કે પ્રતિપાલક રામ , ભક્તો કે રખવાલે રામ ...

રાત્રે નિંદ્રા દિવસે કામ , ક્યારે ભજસો સીતારામ ...

સીતારામ સીતારામ ભજ પ્યારે , નહિ જનમ વારંવારે ...

શ્રી રામ જય રામ જય જય રામ ...

શ્રીમન નારાયણ ધૂન | Shri Man Narayan Narayan | Dhoon | Lyrics

શ્રી મન નારાયણ નારાયણ નારાયણ ....

રાજા રામ રામ રામ સીતારામ રામ રામ 

ભજમન નારાયણ નારાયણ નારાયણ ....શ્રી મન ...


લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ ....

આદિ નારાયણ નારાયણ નારાયણ 

અનાદિ નારાયણ નારાયણ નારાયણ ... શ્રી મન ...


સત્ય નારાયણ નારાયણ નારાયણ ... 

બદ્રી નારાયણ નારાયણ નારાયણ 

ભજમન નારાયણ નારાયણ નારાયણ ... શ્રી મન ....



Sunday, May 16, 2021

એવી કળયુગની છે એંધાણી | દાસ ધીરા ભગત આગમવાણી | avi Kaliyug Ni Andhani | Das Dhira Agamvani

 

એવી કળયુગની છે એંધાણી રે .આ કળયુગની એંધાણી રે …એ ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ એવી કળયુગની એંધાણી ..

વરસો વરસ દુકાળ પડે અને વળી સાધુ કરશે સૂરાપાન....એ જી વરસો વરસ દુકાળ પડે અને સાધુ કરશે સૂરાપાન ...આ બ્રાહ્મણ માટી ભરખશે અને ગાયત્રી ધરે નહિ કાન

એ એવા જોગી ભોગી, થાશે રે ...જોગી ભોગી થાશે રે …એ જી બાવા થાશે વ્યભિચારી આ છે કળયુગની એંધાણી રે… એ જી ના જોઈ હોય તો જોઈ લ્યો ભાઈઓ …એવી કળયુગની…

શેઢે શેઢો ઘસાસે …વળી ખેતરમાં નહિ રહે ફૂંટ...એ જી શેઢે શેઢો ઘસાસે અને ખેતરમાં નહિ રહે ફૂંટ ... આદિ વહાન છોડી કરી અને બ્રાહ્મણ ચડશે ઊંટ

એવી ગાયો ભેંસો જાશે રે...એ ગાયો ભેંસો, એ જાશે રે...એ દુજાણામાં અજિયા રહેશે ...એવી ગાયો ભેંસો જાશે રે ...એ દુજાણામાં બકરી રહેશે..

આ છે કળયુગની એંધાણી રે …એ ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …આ છે કળયુગની એંધાણી ...

કારડીયા તો કરમી કહેવાશે અને વળી જાડેજા ખોજ્શે જાળા...એ જી કારડીયા કરમી કહેવાશે અને વળી જાડેજા ખોજ્શે જાળા ...આ નીચને ઘેર ઘોડા બંધાશે અને શ્રીમંત ચાલશે પાળા

એ ઓલ્યા મહાજન ચોરી કરશે રે ....એ વાળંદ થાહે વેપારી…ઓલ્યા મહાજન ચોરી કરશે રે...અને વાળંદ થાશે વહેપારી

આ છે કળયુગની એંધાણી રે ...એ ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ ...આ છે કળયુગની એંધાણી રે એ ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ ....એવી કળયુગની છે …

એ રાજ તો રાણીઓના થશે અને વળી પુરુષ થશે ગુલામ... એ જી રાજ તો રાણીઓના થશે અને વળી પુરુષ થશે ગુલામ ...આ ગરીબની અરજી કોઈ સાંભળશે નહિ અને સાહેબને કરશે સલામ

એવી બેની રોતી જાશે રે ...એ ભાઈ, બેની રોતી જાશે રે …અને સગપણમાં તો સાળી રહેશે એવી બેની રોતી જાશે રે …એ સગપણમાં તો સાળી રહેશે

આ છે કળયુગની એંધાણી રે ..એના જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …આ છે કળયુગની એંધાણી રે ….એ ન જોઈ હોય તો જોઈ લ્યો ભાઈઓ …એવી કળયુગની …

એ ધરમ કોઈનો રહેશે નહિ અને એક પ્યાલે વરણ અઢાર ...એ જી ધર્મ કોઈનો રહેશે નહિ અને એક પ્યાલે વરણ અઢાર ..આ શણગારમાં તો બીજું કાંઈ નહિ રહે અને શોભામાં રહેશે વાળ

એ ઓલા વાણિયા વાટુ આ લૂંટશે રે ...એ વાણિયા વાટુ લૂંટશે રે …એ રહેશે નહિ કોઈ પતિવ્રતા નારી...એ એવા વાણીયા વાટુ લુંટશે રે....એ રહેશે નહિ ક્યાંય પતિવ્રતા નારી..

આ છે કળયુગની એંધાણી રે ...એ ના જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ ...આ છે કળયુગની એંધાણી રેએ જી ના જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …એવી કળયુગની …

છાશમાં માખણ નહિ તરે,અને વળી દરિયે નહિ હાલે વહાણ ....એ જી છાશમાં માખણ નહિ તરે અને દરિયે નહિ હાલે વહાણ …આ ચાંદા સૂરજ તો ઝાંખા થશે ...એ છે આગમના એંધાણ …

એવો દાસ ધીરો એમ આ કહે છે ...રે દાસ ધીરો કહે છે રે …એ કીધું મેં આ વિચાર કરી એમ દાસ ધીરો ….ધીરો કહે છે રે …એ જી કીધું છે આ બધું વિચાર કરી

એવી કળયુગની એંધાણી રે ..એ ન જોઈ હોઈ તો, જોઈ લ્યો ભાઈઓ …એવી કળયુગની છે એંધાણી રેએ ના જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ ...એવી કળયુગની છે …