Sunday, May 16, 2021

એવી કળયુગની છે એંધાણી | દાસ ધીરા ભગત આગમવાણી | avi Kaliyug Ni Andhani | Das Dhira Agamvani

 

એવી કળયુગની છે એંધાણી રે .આ કળયુગની એંધાણી રે …એ ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ એવી કળયુગની એંધાણી ..

વરસો વરસ દુકાળ પડે અને વળી સાધુ કરશે સૂરાપાન....એ જી વરસો વરસ દુકાળ પડે અને સાધુ કરશે સૂરાપાન ...આ બ્રાહ્મણ માટી ભરખશે અને ગાયત્રી ધરે નહિ કાન

એ એવા જોગી ભોગી, થાશે રે ...જોગી ભોગી થાશે રે …એ જી બાવા થાશે વ્યભિચારી આ છે કળયુગની એંધાણી રે… એ જી ના જોઈ હોય તો જોઈ લ્યો ભાઈઓ …એવી કળયુગની…

શેઢે શેઢો ઘસાસે …વળી ખેતરમાં નહિ રહે ફૂંટ...એ જી શેઢે શેઢો ઘસાસે અને ખેતરમાં નહિ રહે ફૂંટ ... આદિ વહાન છોડી કરી અને બ્રાહ્મણ ચડશે ઊંટ

એવી ગાયો ભેંસો જાશે રે...એ ગાયો ભેંસો, એ જાશે રે...એ દુજાણામાં અજિયા રહેશે ...એવી ગાયો ભેંસો જાશે રે ...એ દુજાણામાં બકરી રહેશે..

આ છે કળયુગની એંધાણી રે …એ ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …આ છે કળયુગની એંધાણી ...

કારડીયા તો કરમી કહેવાશે અને વળી જાડેજા ખોજ્શે જાળા...એ જી કારડીયા કરમી કહેવાશે અને વળી જાડેજા ખોજ્શે જાળા ...આ નીચને ઘેર ઘોડા બંધાશે અને શ્રીમંત ચાલશે પાળા

એ ઓલ્યા મહાજન ચોરી કરશે રે ....એ વાળંદ થાહે વેપારી…ઓલ્યા મહાજન ચોરી કરશે રે...અને વાળંદ થાશે વહેપારી

આ છે કળયુગની એંધાણી રે ...એ ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ ...આ છે કળયુગની એંધાણી રે એ ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ ....એવી કળયુગની છે …

એ રાજ તો રાણીઓના થશે અને વળી પુરુષ થશે ગુલામ... એ જી રાજ તો રાણીઓના થશે અને વળી પુરુષ થશે ગુલામ ...આ ગરીબની અરજી કોઈ સાંભળશે નહિ અને સાહેબને કરશે સલામ

એવી બેની રોતી જાશે રે ...એ ભાઈ, બેની રોતી જાશે રે …અને સગપણમાં તો સાળી રહેશે એવી બેની રોતી જાશે રે …એ સગપણમાં તો સાળી રહેશે

આ છે કળયુગની એંધાણી રે ..એના જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …આ છે કળયુગની એંધાણી રે ….એ ન જોઈ હોય તો જોઈ લ્યો ભાઈઓ …એવી કળયુગની …

એ ધરમ કોઈનો રહેશે નહિ અને એક પ્યાલે વરણ અઢાર ...એ જી ધર્મ કોઈનો રહેશે નહિ અને એક પ્યાલે વરણ અઢાર ..આ શણગારમાં તો બીજું કાંઈ નહિ રહે અને શોભામાં રહેશે વાળ

એ ઓલા વાણિયા વાટુ આ લૂંટશે રે ...એ વાણિયા વાટુ લૂંટશે રે …એ રહેશે નહિ કોઈ પતિવ્રતા નારી...એ એવા વાણીયા વાટુ લુંટશે રે....એ રહેશે નહિ ક્યાંય પતિવ્રતા નારી..

આ છે કળયુગની એંધાણી રે ...એ ના જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ ...આ છે કળયુગની એંધાણી રેએ જી ના જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …એવી કળયુગની …

છાશમાં માખણ નહિ તરે,અને વળી દરિયે નહિ હાલે વહાણ ....એ જી છાશમાં માખણ નહિ તરે અને દરિયે નહિ હાલે વહાણ …આ ચાંદા સૂરજ તો ઝાંખા થશે ...એ છે આગમના એંધાણ …

એવો દાસ ધીરો એમ આ કહે છે ...રે દાસ ધીરો કહે છે રે …એ કીધું મેં આ વિચાર કરી એમ દાસ ધીરો ….ધીરો કહે છે રે …એ જી કીધું છે આ બધું વિચાર કરી

એવી કળયુગની એંધાણી રે ..એ ન જોઈ હોઈ તો, જોઈ લ્યો ભાઈઓ …એવી કળયુગની છે એંધાણી રેએ ના જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ ...એવી કળયુગની છે …


No comments:

Post a Comment