શાન માં રે શાન માં તમને ગુરુજીની કહું
Friday, June 25, 2021
શાન માં રે શાન માં | Shan Ma Re Shan Ma | Gangasati Bhajan Lyrics
Saturday, June 19, 2021
સ્થિરતા એ રહેજો | Sthirta A Rahejo Ne Vachanma Chaljo | Gangasati Bhajan Lyrics
Tuesday, June 15, 2021
વનમાં વિયોગી બની રઘુવીર | Vanma Viyogi Bani Raghuveer Lyrics | Bhajan Lyrics
વનમાં વિયોગી બની રે રઘુવીર રામ રુદન કરે
રામરૂદન કરે એની આંખે આંસુડાં ઝરે ....
ઝાડને પૂછે પહાડને પૂછે પશુ પંખીને પૂછતાં ફરે
ઘડીયે ઘડીયે નાખે નિસાસા અને લક્ષ્મણ હાથ ધરે..
કોઈ બતાવો સીતાજીને કરજોડી ને કરગરે
વિયોગે જેનું દિલ દુભાયું વૃક્ષ ને વળગી પડે ...
રામચંદ્ર ને રડતા જોઈને વન આખુંય રડે
ચૌદ ભુવનના સ્વામી એવી માનવ લીલા કરે ...
જેની સહાયથી સુષ્ટિ આ સઘળી મનગમતી મોજ કરે
વાનર હાથે પાળ બંધાવી એને નામે પથ્થરા તરે...
લંકા નગરીમાં રામને બાણે પાપી રાવણ મરે
"પુરસોત્તમ"ના પ્રભુને સંગે સીતાજી આવીને મળે ...
Sunday, June 13, 2021
રામને રાજતિલકના રે | Ram Ne Rajtilak Nare Lyrics | Gujarati Bhajan Lyrics
રામને રાજતિલકના રે જેદી ગાજે નાદ ગગનમાં
ગાજે નાદ ગગનમાં દાસી મંથરા મૂંઝાણી એના મનમાં ..
માતા સરસ્વતી એની રસનાયે બેઠા તર્કટ જાગ્યા તનમાં
ઘરફોડીએ ઘાણ જ કાઢ્યો લાય લગાડી લીલા વનમાં ...
કૈકયી તારા કુંવારિયાને બાંધી રે લેશે બંધનમાં
પટરાણી પદ તારા પટલાઈ જાશે દાસી થઈ રે જે ભવનમાં ...
કૌશલ્યા રામને તિલક દેશે ટાઢક વળશે એના તનમાં
તારા દુઃખની બીજ ઉગશે ગ્રહણ ઘેરાશે પૂનમના ...
માંગી લઈને વરદાન બે તારા દશરથને બાંધી વચનમાં
ભાઈ ભરતને રાજના તિલક રામ સિધાવે વનમાં ...
રાજારામ તો વનમાં સિધાવે ને સીતાને લક્ષમણ સંગમાં
"પુર્ષોત્તમના" કહે ઉદાસ અયોધ્યા હર્ષ વધ્યો છે દેવનમાં ...
Friday, June 11, 2021
મેણાં ના કોઈ ને મારો | Mena Na Koi Ne Maro Lyrics | Bhajan Lyrics
મેણાં ના કોઈ ને મારો મનવા મેણાં ના કોઈ ને ...
વીરા તમે વાણી વદતાં વિચારો મનવા મેણાં ન ....
સતી પાર્વતી પાણી ભરે ત્યાં સાગરે શબ્દ ઉછર્યો
ત્રણ ભુવનના નાથની નારીને મળ્યો નહિ જલ ભરનારો ...
ગાગર ભરી ને ગવરી ચાલ્યા અંગમાં લાગ્યો અંગારો
મહાસાગરે મને મેણુરે માર્યું એનું ગુમાન ઉતારો ...
સુણી વચને શંકર બોલ્યા ધીરજ મનમાં ધરો
સાગર કિનારે આસન વળ્યાં જાપ જપે જટાવાળો ...
ત્રણ દિવસ શિવે તપ કર્યું ત્યાં બળવા લાગ્યો કિનારો
કર જોડીને સાગર વિનવે ક્ષમા કરોને દોષ મારો ...
બ્રહ્મા વિષ્ણુ કહે સાગરને હાથે કરીને કા હાર્યો
ચૌદ રતન તેના લૂંટી લીધા ને કીધો સાગર ખારો ...
ગુરુને પ્રતાપે ભણે પુરસોત્તમ બોલતા બોલ વિચારો
સિંધુ પુરી મને ચરણે રાખીને ભવસાગરથી તારો ...
Thursday, June 10, 2021
ક્યાં છે વાસ તમારો | Kya Chhe Vas Tamaro Kanaiya Lyrics | Bhajan Lyrics
ક્યાં છે વાસ તમારો કનૈયા ક્યાં છે વાસ તમારો
ગિરિરાજમાં ગોતવા તમને ફરી વળ્યો પગપાળો
ગોપ ગોવાળના ઝુંપડા જોયા ,જોયો કાલિન્દી કિનારો .
વ્રજ અને વૃંદાવન જોયું જોયો શ્રી નંદજીનો દ્વારો
ગોકુળીયા ની ગ઼લીયૂ જોઈ , જોયો જમુનાજી નો આરો .
કોઈ કહે કે વસે મથુરા દેવકીજીનો દુલારો ,
કોઈ કહે કે વસે દ્વારિકા રણછોડરાય રઢિયાળો ,
દ્વારિકા નગરીમાં જોયું તપાસી , પતો ન લાગ્યો તમારો ,
ગંગાબાઈની ભક્તિને જાણી ડાકોરે બદલ્યો ઉતારો ,
કોઈ કહે હે પ્રભુ ઘટમાં બોલે કોઈ કહે છે ન્યારો ,
પુરસોત્તમ કહે સર્વમાં વ્યાપક બાવનથી પણ બારો .
Tuesday, June 8, 2021
વાંક નથી કાંઈ અમારો | Vank Nathi Kai Amaro | Bhajnavali Lyrics
વાંક નથી કાંઈ અમારો , લક્ષ્મણ વાંક નથી અમારો ,
દોષ નથી રે અમારો , લક્ષ્મણ દોષ નથી કાંઈ અમારો ..
સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ હાંકન હારો ,
ઋષિ મુનિનો આશ્રમ આવ્યો આવ્યો છે ગંગા કિનારો ,
લક્ષ્મણ કહે છે સુણો માતાજી ખેલ કર્મનો ન્યારો ,
કોઈ કારણ રામ રૂઠ્યાં છે ત્યાગ કર્યો છે તમારો ..
રડતે હૃદયે સીતાજી બોલિયાં શું થયો અપરાધ અમારો ,
તનમનથી રામને સેવ્યા ધર્મ સતીનો મેં ધાર્યો ..
નગરમાં એક નરનારી લડતા ધોબી બોલ્યો ધૂતારો ,
રામે સીતાજીને પાછા રાખ્યા એવો નહિ હું થનારો ,,
વનવગડામાં જીવન વિતાવ્યું આવ્યો નહિ દુઃખનો આરો ,
અવિચારી જનના વચને ત્યાગી બળતાને શીદ બાળો ,
મારે માટે રામે રાવણને માર્યો બાંધ્યો સાગર ખારો ,
જો ભાવિની ખબર હોત તો પ્રાણ તજત હું મારો,
ગર્ભવતીને કોણ સાચવશે એકલડી ને ઉગારો ,
પુરસોત્તમ એવા લક્ષ્મણ બોલિયાં સહુનો રામ રખવાળો ,
Saturday, June 5, 2021
જય ગણેશગણ નાથ દયા નિધિ | Jay Ganeshgan Nath Daya Nidhi | Jay Ganeshgan Lyrics
જય ગણેશગણ નાથ દયા નિધિ જય ગણેશ ,
સકલ વીઘન કર દૂર હમારે જય ગણેશ ....
પ્રથમ ધરેજો ધ્યાન તુમ્હારો ,
તિસકે પૂરણ કારજ સારે ..... જય ગણેશ
લંબોધર ગજ બદન મનોહર ,
કર ત્રિશુલ પરસુ વર ધારે .... જય ગણેશ
રિદ્ધિ સિદ્ધિ દોવ ચમર ઢુલાવે ,
મૂષક વાહન પરમ સુખારે ... જય ગણેશ
બ્રહ્માદિક સુર ધ્યાવત મનમેં,
ઋષિ મુનિ ગણ સબદાસ તુમારે ... જય ગણેશ
"બ્રહ્માનંદ" સહાય કરો નિત ,
ભક્ત જનોકે તુમ રખવાલે... જય ગણેશ
Tuesday, June 1, 2021
તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા | Tame Bhango Mara Daldani Lyrics | Ganpati Bhajan
તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા
તમે ખોલો મારા રૂઢિયાના તાળા
મારા દુઃખ દારિદ્રય મટી જાતા
ગણપતિ દાતા હે મેરે દાતા ,
મૂળ મહેલ માં વસે ગુણેશા
ગુરુ - ગમસે ગમ પાતા
ગણપતિ દાતા હે મેરે દાતા ,
રુમઝુમ રુમઝુમ નેપુર બાજે
મધુરી ચાલ ચલંતા
ગણપતિ દાતા હે મેરે દાતા ,
ખીર ખાંડ ને અમૃત ભોજન
ગુણપતિ લાડુ પાતા
ગણપતિ દાતા હે મેરે દાતા ,
ધૂપ ધ્યાન ને કરું આરતી
ગૂગળ ના ધૂપ હોતા
ગણપતિ દાતા હે મેરે દાતા ,
તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા
મરજીવા મોજું પાતા
ગણપતિ દાતા હે મેરે દાતા ,
-
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી, કાના' જડી હોયતો આપ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી નાગ...
-
વા વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળ માં ટહુક્યા મોર, મળવા આવો સુંદીરવર શામળિયા, તમે મળવા તે ના'વો શા માટે, નહિ આવો તો નંદજી ની આ...
-
અમે મહિયારા રે ગોકુળ ગામના મારે મહી વેચવાને જાવા મહિયારા રે...ગોકુળ ગામનાં મથુરા નીવાટ મહી વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે...