Saturday, June 29, 2024
ધૂપને રે ધુમાડે વેલા આવજો | Eva Dhup Ne Re Dhumade Vela Aavjo Lyrics
હે એવા આરતીને ટાણે રે વેલા આવજો,
હે એવા માતા મીનળ'દે કાગળ મોકલે,
હૈ એવા પિતા અજમલજી કાગળ મોકલે,
હે એવા ભાટી હરજી તે કાગળ મોકલે,
Monday, June 24, 2024
આવને કાના મોરલીવાળા | Aav Ne Kana Morlivala Lyrics
લખે ચીઠ્ઠી રાધીકા કાના તારા નામની
ક્યાં ઠેકાણે મોકલાવું કાના
આવને કાના ,હે આવને કાના
હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા ,
હો ગોકુળના ગોવાળોને ભુલી રે ગયો કે શું
માખણની મટકી ભુલી રે ગયો કે શું
ગોકુળના ગોવાળોને ભુલી રે ગયો કે શું
માખણની મટકી ભુલી રે ગયો કે શું
ભાવતા ભોજન લઈ બેઠો કાના ,
આવને કાના ,હે આવને કાના
હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા ,
હો ગોકુળમાં બેઠી રાધા જોવું તારી વાટડી
ગોકુળમાં બેઠી રાધા જોવું તારી વાટડી
હો ગોકુળમાં બેઠી રાધા જોવું તારી વાટડી
ગોકુળમાં બેઠી રાધા જોવું તારી વાટડી
મથુરા મેલીને ગોકુલ આવો કાના
આવને કાના , હે આવને કાના
હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા ,
હો રાધાના પ્રેમને ભુલી રે ગયો કે શું
મીરાના પ્રેમને ભુલી રે ગયો કે શું
રાધાના પ્રેમને ભુલી રે ગયો કે શું
મીરાના પ્રેમને ભુલી રે ગયો કે શું
મોહી ગયો કુબજામાં કાના
આવને કાના ,હે આવને કાના
હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા ,
Aav Ne Kana Morli Vala Lyrics
Sunday, June 23, 2024
હાલ કાના મને દ્વારીકા દેખાડ | Hal Kanha Mane Dwarika Dekhad Lyrics
હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે
હે વાહલા રહી ના શકુ તમ વીના,
હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે
હે વાહલા રહી ના શકુ તમ વીના,
હાલ કાના મને ગોમતીમા નવરાવ કોડીલા કાન રે
હે વાહલા રહી ના શકુ તમ વીના,
હો કાના મને દ્વારીકા દેખાડ…
હાલ કાના મને ગોમતીમા નવરાવ કોડીલા કાન રે
હે વાહલા રહી ના શકુ તમ વીના,
હો કાના મને દ્વારીકા દેખાડ…
હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે
હે વાહલા રહી ના શકુ તમ વીના,
ઉંચા દેવળ દ્વારીકાના કાનાજી હો જી,
આથમણે દરબારનો હો,
ઉંચા દેવળ દ્વારીકાના કાનાજી હો જી,
આથમણે દરબારનો હો,
નીચ ગલડે ઘુમતીતી, થાય છે ,
નાટા ગમનો હે વાહલા રહી ના શકુ તમ વીના,
હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે,
હે વાહલા રહી ના શકુ તમ વીના,
Hal Kanha Mane Dwarika Dekhad Lyrics
Krishn Bhajan Lyrics
દ્વારિકા નો નાથ | Dwarika No Nath Maro Raja Ranchhod Lyrics
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે ,
તેણે મને માયા લગાડી રે
તમે મને માયા લગાડી મારા વાલા ,
તમે મને માયા લગાડી રે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે ,
એણે મને માયા લગાડી રે …
રાધાનો શ્યામ મારો ગિરધાર ગોપાલ છે ,
એણે મને માયા લગાડી રે …
માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે ,
એણે મને માયા લગાડી રે …
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે ,
એણે મને માયા લગાડી રે …
ગોવાળોનો વાળો મારો ગીરધર ગોપાલ છે ,
એણે મને માયા લગાડી રે …
માલધારી ને વાલો મારો ગીરધર ગોપાલ છે ,
એણે મને માયા લગાડી રે …
તમે મને માયા લગાડી મારા વાલા ,
એણે મને માયા લગાડી રે …
સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે ,
એણે મને માયા લગાડી રે …
ભક્તો ને વાલો મારો ગિરધર ગોપાલ છે ,
એણે મને માયા લગાડી રે …
તમે મને માયા લગાડી મારા વાલા ,
એણે મને માયા લગાડી રે …
જશોદાનો બાળ મારો રાજા રણછોડ છે ,
એણે મને માયા લગાડી રે …
નંદજીનો લાલો મારો રાજા રણછોડ છે ,
એણે મને માયા લગાડી રે …
તમે મને માયા લગાડી મારા વાલા ,
એણે મને માયા લગાડી રે …
ગાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે ,
એણે મને માયા લગાડી રે …
ડાકોર નો ઠાકોર મારો રાજા રણછોડ છે ,
એણે મને માયા લગાડી રે …
શ્યામે મને માયા લગાડી મારા વાલા ,
એણે મને માયા લગાડી રે …
Dwarika No Nath Maro Lyrics
Thursday, June 20, 2024
હરિજન આવો હરિ ગુણ ગવાય છે | Harijan Aavo Hari Gun Gavay Chhe Lyrics
હરિજન આવો રે હરિ ગુણ ગવાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે ,
માત પિતા સુત બાંધવ દારા
અંત સમયે કોઇ નહી થનારા
ચેત સમજ મન કયાં અથડાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન આવો રે ,
હરિ કથા, કીર્તન સતસંગ વિના
પાપના પોટલા બંધાતા નિશ દિન
પરનારી પરધન દેખીને લોભાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન આવો રે ,
દાન ધર્મ કે દયા નહી દિલમાં
શ્રધ્ધા ન રાખે શાસ્ત્ર વચનમાં
ષડરિપુઓના ફંદે ફસાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન આવો રે ,
સુગરા હોય તે શબ્દ વખાણે
નુગરા જીવ મતા મતિ તાણે
દાસ સતાર લેજો શબ્દો લુંટાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન આવો રે ,
Harijan Aavo Hari Gun Gavay Chhe Lyrics
Maran Na Bhajan Lyrics
મોરી નીંદ ગઈ મોહે ચેન નહી | Mori Nind Gayi Mohe Chain Nahi Lyrics
મોરી નીંદ ગઈ મોહે ચેન નહી
ગયે શ્યામ તો કુબજા પાસ રે,
દર્શ બિના ભઈ બાવરીયા.
કુબ્જાને કુચ્છ કામણ કીના,
શ્યામ કો બસ કર લીના,
બિરહા અગન ફુંકત હે સીના,
કિસ બિધ હોગા જીના,
કોઈ જાય કહો પિયુ પાસ રહો,
મોરે મન કી પુરો આશ રે,
ઘર આવો મેરે સાંવરીયા.
ઘર કી પ્રીત પસંદ નહી આઈ,
કીની પ્રિત પરાઈ,
ગોરી રાધા કો બિસરાઈ,
કાલી કુબજા ભાઈ,
સખી રી કાલી કુબજા ભાઈ,
ઓ નટવર નાગર આનંદ સાગર,
મેં હું ચરન કી દાસ રે,
આવો બજાવો બાંસુરીયા.
"દાસ સતાર" કહે દર્શ દિખાવો,
શ્યામ સુંદર ઘર આવો,
સુને પડે હે ગોપ ગોપિયાં,
નાથ દયા કુચ્છ લાવો,
આવો નાથ દયા કુચ્છ લાવો,
ગોકુળ સુના મધુબન સુના,
સુના હે યમુના ઘાટ રે,
સુની ફિરત હય ગાવરિયા.
Mori Nind Gayi Mohe Chain Nahi Lyrics
Das Satar Bhajan Lyrics
Monday, June 17, 2024
ભજન એક સત્યનામનું કરીએ | Bhajan Ek Satyanam Nu Kariye Lyrics
ભજન એક સત્યનામનું કરીએ રે
ભજન એક સત્યનામનું કરીએ રે
ભાવેથી ભવસાગર તરીએ રે (૨)
ભજન એક સત્યનામનું કરીએ રે…
સંસાર સુખ વાદળાની છાંયા રે
એમાં તને શેની લાગી માયા રે
તારી અમર નથી કાયા રે (૨)
ભજન એક સત્યનામનું કરીએ રે…
ભેળું કર્યું પડ્યું રેહશે નાણું રે
ભોજનિયાનું પડ્યું રેહશે ભાણું રે
ઓચિંતાનુ આવી જાશે ટાણું રે (૨)
ભજન એક સત્યનામનું કરીએ રે…
કે માત તાત બેની બનેવી નારી
સંગાથે કોઈ ન આવે તારી
કે જમડા લઈ જાશે મારી રે (૨)
ભજન એક સત્યનામનું કરીએ રે…
શિખામણ માની લેજો છેલ્લી રે
પ્રભુજી વિના નથી કોઈ બેલી રે
કે મનમાંથી હું પદ દીયો મેલી રે (૨)
ભજન એક સત્યનામનું કરીએ રે…
Bhajan Ek Satyanam Nu Kariye
Maran Na Bhajan Lyrics
Saturday, June 15, 2024
પ્રીતમ વરની ચૂંદડી રે | Pritam Var Ni Chundadi Lyrics
પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે
જે રે ઓઢે તે અમ્મર રે’વે‚ અકળ કળામાં જઈ ભળિયા રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
ધરમ ને ઘોળી લઇ ને , હરી નામ જોતરીયા રે
ધીરજની ધરતી ખેડીયુ , રાણા તારે રાકલીયા રે …
પ્રીતમ વરની ચૂંદડી રે..
પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે
ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ ચોઈ દશ ચમકી વીજીળયું રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
વિચાર કરીને વણ વાવિયું‚ વણ તો મુનિવરનું ઠરિયું રે
આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
વિગતેથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે
જ્ઞાન ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુએ વણિયું રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
નિર્મળ નિર્મળ કાંતિયું ,સુરતા ટાણે તાણીયું રે
તુરીયા ચિતનું પણ દીધું , સુરતાની નળીયું ભરીયું…
પ્રીતમ વરની ચૂંદડી રે..
સોય લીધી સતગુરુ નામની‚ દશનામ દોરા એમાં ભરિયા રે
સમદ્રષ્ટિથી સીવી ચૂંદડી‚ નિત રંગ સવાયા ચડિયા રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે
માયાનો માણેકસ્થંભ રોપિયો‚ ઉમંગની ખારેકું વેચાણિયું રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં‚ સુરતા સમરતી બે જાનડિયું રે
ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે સાહેલીયું રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
ગુરુદેવે દીધી કન્યાદાનમાં , ભક્તિ મુક્તિ બે ગાડીયા
પરણાવ્યા પરીબ્રહ્મને , નારદે વીણા લઈને વળીયા રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
હરદમ રથ લઈને હાલિયા‚ જાનું અહોનિશ ચડિયું રે
ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા‚ ઈ મારગે વૈંકુંઠ મળિયું રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
Pritam Varni Chundadi Lyrics
Prachin Bhajan Lyrics
હંસલા હાલો રે હવે | Hansala Halo Re Hale Lyrics
હંસલા હાલો રે હવે ,
મોતીડા નહીં રે મળે,
આ તો ઝાંઝવાના પાણી ,
આશા જુઠી રે બંધાણી ,
મોતીડાં નહી રે મળે ,
ધીમે ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો,
વાયરો વારો રે ભેંકાર ,
માથે મેહુલાનો માર,
દીવડો નહીં રે બળે ,
વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે,
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે,
કાયા ભલે રે બળે ,
માટી માટીને મળે,
પ્રીતડી નહીં રે બળે
Hansala Hale Ne Have Lyrics
Prachin Gujarati Bhajan Lyrics
Monday, June 10, 2024
दुनिया दो दिन का है मेला | Duniya Do Din Ka Hai Mela Lyrics
दुनिया दो दिन का है मेला,
जिसको समझ पड़े अलबेला।
जैसी करनी वैसी भरनी,
गुरु हो या चेला।
सोने चांदी धन रतनों से,
खेल आजीवन खेला,
चलने की जब घड़ियाँ आई,
संग नहीं चलेगा धेला।
महल बनाया, किला बनाया,
कह गयो मेरा मेरा,
कहत कबीरा अंत समय सब,
छोड़ देंगे अकेला।
पांच पचीस भये हैं बराती,
ले चल ले चल हो ली,
कहत कबीरा बुरा नहीं मानो,
ये गति सब की होनी।
इस जग में नहीं कोई तेरा,
ना कोई सगा सगाई,
लोग कुटुम्ब मेरे कट गए,
प्राणी जाए अकेला।
Duniya Do Din Ka Hai Mela Lyrics
Kabir Bhajan Lyrcis
Monday, June 3, 2024
क्या भरोसा है इस ज़िंदगी का | Kya Bharosa Hai Is Jindagi Ka Lyrics
क्या भरोसा है इस ज़िंदगी का
साथ देती नहीं यह किसी का
सांस रुक जाएगी चलते चलते,
शमा बुज जाएगी जलते जलते ।
दम निकल जायेगा रौशनी का ॥
क्या भरोसा है…
हम रहे ना मोहोबत रहेगी,
दास्ताँ अपनी दुनिया कहेगी ।
नाम रह जाएगा आदमी का ॥
क्या भरोसा है…
दुनिया है इक हकीकत पुरानी,
चलते रहना है उसकी रवानी ।
फर्ज पूरा करो बंदगी का ॥
क्या भरोसा है…
Sath Deti Nahi Ye Kisi Ka Lyrics
Kya Bharosa Hai Is Jindagi Ka Lyrics
Subscribe to:
Posts (Atom)
-
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી, કાના' જડી હોયતો આપ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી નાગ...
-
વા વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળ માં ટહુક્યા મોર, મળવા આવો સુંદીરવર શામળિયા, તમે મળવા તે ના'વો શા માટે, નહિ આવો તો નંદજી ની આ...
-
અમે મહિયારા રે ગોકુળ ગામના મારે મહી વેચવાને જાવા મહિયારા રે...ગોકુળ ગામનાં મથુરા નીવાટ મહી વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે...