Friday, May 1, 2020

સહદેવ જોશી ની આગમવાણી || Mahabharat || Sahdev Joshi Ni Agamvani

કહે સહદેવ અમે નહિ રહીયે પાંડવો 
એસા કલિયુગ આયેગા ,

જે ઠેકાણે મારા હંસલા બેઠતા 
બગલા આસન વાળેગા ,
સતીનારી ની લજ્જા લોપાસે 
ગુણીકા ઘૂંઘટ તાંણેગી ...કહે સહદેવ

સોનાની થાળી માં બ્રાહ્મણ જમતા 
એ તો દીધા દાન નો લેતા ,
આજ ના બ્રાહ્મણ ઘેર ઘેર ભટકે 
ભિક્ષા માંગી લાયેગા ...કહે સહદેવ

બ્રાહ્મણ વાણીયા ચોરીયુ કરશે 
બાવા દુકાનું માંડેગા ,
સાગા રે ભાઈ નું સારું દેખી ને 
આંખે અંગારા આયેગા ...કહે સહદેવ

સાળો આવે તો સારું લગાડે 
ભાઈ આવે તો ઘર વેરીલા ,
બેન,ભાણેજ તો કછુ ના પાવે 
સાળી સાડલો લય જાવેગી ...કહે સહદેવ 

બ્રાહ્મણ ઘેર તો અજિયા દુજે 
ધોબી ઘેર ગાવલડી ,
નીચ ને ઘેર તો તુલસી નો ક્યારો 
ઉચ્ચ વરણ વહા જાયેગા  ...કહે સહદેવ

પુત્ર પિતા નું કહ્યું ના માને 
પુત્ર પરણાવી ઘર આયેગા ,
પરણિયા પછી પાંચમે દાહડે 
પિયા ને વચને ચાલેગા  ...કહે સહદેવ

દીકરી ના પૈસે બાપ પરણશે 
એસા કલિયુગ આયેગા ,
વડ પીપળ ને બેવડા રૂખડા 
મૂળ સે મૂળ ખા જાયેગા  ...કહે સહદેવ

પાંચ પાંડવો હસ્તિનાપુર થી 
હિમાળે હાડ ગાળેગા ,
સહદેવ જોશી એ આગમ ભાખિયા 
જીયેગા વો નર દેખેગા ...કહે સહદેવ
   

No comments:

Post a Comment