Friday, March 15, 2019

ચાંદની રાત કેસરિયા || Chandani Rat Keshariya Lyrics || Narshih Maheta Bhajan Lyrics


ચાંદની રાત કેસરિયા તારા રે
પોઠી ભરી ચાલ્યા વણજારા  રે ,

વણઝારે આડત કીધી રે
કાયાનગરી ઈજારે લીધી રે,

દાણી દાણ ઘટે તે લેજો રે
પોઠી અમારી જાવા દેજો રે ,

જેવા વાડી ના કુમળા મરવા રે
તેવા પોઠી અમારે ભરવાં  રે ,

ભલે મળિયા ભલે મળિયા રે
તારા ગુણ નવ જાય કળિયા રે ,

મહેતા નરસૈયાના સ્વામી રે
સર્વે ગોપી આનંદ પામી રે ...,

-નરસિંહ મહેતા ,



એવા રે અમો એવા || Ava Re Amo Ava Lyrics || Narshih Maheta Bhajan Lyrics

એવા રે અમો એવા રે એવા,
તમે કહો છો વળી તેવા રે
ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો
તો કરીશું દામોદર ની સેવા રે,

જેનું મન જે સાથે બાંધ્યું
પહેલું હતું ઘર-રાતુ રે
હવે થયું હવે થયું છે હરિરસ-માતુ
ઘેર ઘેર હીંડે ગાતું રે;

કર્મ-ધર્મની વાત છે જેટલી
તે મુજને નવ ભાવે રે,
સઘળા પદારથ જે થકી પામ્યો
તે મારા પ્રભુજીની તોલે ના વે રે,

સઘળા સંસાર માં એક હું ભુંડો,
 ભુંડાથી વળી ભુંડો રે
તમારે મન માને તે કહેજો
નેહ લાગ્યો છે મને ઊંડો રે,

હળવા કરમનો હું નરસૈયો
મુજને તો વૈષ્ણવ વ્હાલા રે
હરિજનથી જે અંતર ગણશે
તેના ફોગટ ફેરા ઠાલા રે,

-નરસિંહ મહેતા

ઊંચી મેડી તે મારા સંતની || Unchi Medi Te Mara Santni Lyrics || Narshih Maheta Bhajan Lyrics

ઊંચી મેડી તે મારા સંતની રે,
મેં તો મા'લી ન જાણી રામ..હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે,

અમને તે તેડાં શીદ મોકલ્યાં,
કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની  મારી ચૂંદડી,
મેં તો મા'લી ન જાણી રામ..હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે,

અડધાં પહેર્યા અડધાં પાથર્યા,
અડધાં ઉપર ઓઢાડયાં રામ,
ચારે છેડે ચારે જણા,
તોયે ડગમગ થાયે રામ..હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે,

નથી તરાપો નથી તુંબડા,
નથી ઉતર્યાનો આરો રામ,
નરસિંહ મહેતાના સ્વામી શામળા,
પ્રભુ પાર ઉતારો રામ..હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે,

-નરસિંહ મહેતા,

આજની ઘડી તે રળિયામણી || Aaj Ni Ghadi Che Radiyamani Lyrics || Narshih Maheta Bhajan Lyrics

આજની ઘડી તે રળિયામણી,
હા રે મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે
આજની ઘડી તે રળિયામણી,

જી રે તરીયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયાં જી રે
આજની ઘડી તે રળિયામણી,

જી રે લીલુડા વાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે
આજની ઘડી તે રળિયામણી,

જી પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે
આજની ઘડી તે રળિયામણી,

જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે
આજની ઘડી તે રળિયામણી,

જી રે સહુ સખીઓ મળીને વધાવીયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે
આજની ઘડી તે રળિયામણી,

જી રે તન-મન-ધન ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે
આજની ઘડી તે રળિયામણી,

જી રે રસ વાધ્યો છે અતિ  મીઠડો.
હે મેં તા નરસિંહનો સ્વામિ દીઠડો જી રે
આજની ઘડી તે રળિયામણી,

-નરસિંહ મહેતા

કાનજી તારી માં કહેશે પણ || Kanji Tari Maa Kahese Pan Lyrics || Narshih Maheta Bhajan Lyrics

કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે...
એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે... કાનજી,

માખણ ખાતા નહોતું આવડતું મુખ હતુ તારૂં એંઠું રે...
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠુ રે... કાનજી,

ઝુલણ પે'રતા નો'તુ આવડતું અમે તે'દી પહેરાવતા રે...
ભરવાડો ની ગાળ્યું ખાતો અમે તે'દિ છોડાવતા રે... કાનજી,

કાલો ઘેલો તારા મત-પિતાનો અમને શેના કોડ રે...
કરમ સંજોગે આવી ભરાણા આંગણા જોડા જોડ રે...કાનજી,

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલુ ઘેલું રે...
ભલે મળ્યાં મેતા નરસિંહ ના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે...કાનજી,

-નરસિંહ મહેતા 

કેસર ભીના કાનજી || Keshar Bhina Kanji Lyrics || Narshih Maheta Bhajan Lyrics

કેસર ભીના કાનજી,
કસુંબે ભીની નાર;
લોચન ભીનાં ભાવશુ,
ઊભા કુંજને દ્વાર ... કેસરભીના કાનજી,

બેમાં સુંદર કોને કહીયે,
વનિતા કે વ્રજનાથ;
નિરખું પરખું પ્રુરુષોત્તમને, કાનજી
માણેકડા બેઉ હાથ  ... કેસરભીના કાનજી,

વેગે કુંજ પધારિયા,
લચકે થઈ ઝકઝોળ;
નરસૈયાનો સ્વામી ભલે મળ્યો,
રંગ તણા બહુ રોળ ... કેસરભીના કાનજી,

-નરસિંહ મહેતા

આજ વૃંદાવન || Aaj Vrundavan || Narshih Maheta Bhajan Lyrics

આજ વૃંદાવન આનંદ સાગર,
શ્યામળિયો રંગે રાસ રમે,
નટવર વેશે વેણ વજાડે,
ગોપી મન ગોપાળ ગમે,

એક એક ગોપી સાથે માધવ,
કરગ્રહી મંડળ માંહે ભમે,
તા થૈ તા થૈ તાન મિલાવે,
રાગ રાગણી માંહે ઘુમે.

સોળ કલાનો શશિયર શિર પર,
ઉડુગણ સહીત બ્રહ્માંડ ભમે;
ધીર સમીરે જમુનાતીરે
તનના તાપ ત્રિવિધ શમે,

હરખ્યા સુરનર દેવમુનિજન
પુષ્પવૃષ્ટિ કરે, સરણ નમે;
ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી,
એને કાજે જે દેહ દમે;

-નરસિંહ મહેતા     

ગિરી તળેટી ને કુંડ દામોદર || Giri Taleti Ne Kund Damodar || Narshih Maheta Bhajan Lyrics

ગિરી તળેટી ને કુંડ દામોદર.ત્યાં મહેતાજી ન્હાવા જાય;
ઢેઢ વરણ માં દ્રઢ હરિભક્તિ,તે પ્રેમ ભરીને લાગ્યા પાય...ગિરી,

કર જોડીને પ્રાથના કીધી,વિનંતી તણાં વદ્યા રે વચન;
મહાપુરુષ અમ અરજ એટલી,અમારે આંગણે કરો રે કીર્તન...ગિરી,

પ્રેમ પદારથ અમો પામીયે,વામીએ જનમ મરણ જંજાળ,
કર જોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ ...ગિરી,

પક્ષાપક્ષી  ત્યાં નહિ પરમેશ્વર,સમદ્રષ્ટિ ને સર્વ સમાન;
ગૌવમુત્ર તુલસી વૃક્ષ કરી લીપજો,એવું વૈષ્ણવને આપ્યુ વરદાન...ગિરી,

મહેતાજી નિશાળે આવ્યા,લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ;
ભોર થયા લગી ભજન કીધું, સતોષ પામ્યા સૌ વૈષ્ણવ   ...ગિરી,

ઘેર પધાર્યા હરિજશ ગાતા,વાજતા તાલ શંખ-મૃદંગ
હસી હસી નાગરો તાળીયો લે છે,આ શા રે બ્રાહ્મણના ઢંગ ?...ગિરી,

મૌન ગ્રહીને મહેતાજી ચાલ્યા,અધવધરાને શું ઉત્તર દઉં ?
જગ્યા લોક નાર નારી પુછે,મહેતાજી તમે  એવા શું ?  ...ગિરી,

નાત ન જાણો ને જાત ન જાણો,ના જાણો કઈ વિવેકવિચાર;
કર જોડી કહે નરસૈયો,વૈષ્ણવ તણો મને છે આધાર ...ગિરી,

-નરસિંહ મહેતાં 


આજ મારા નયણા || Aaj Mara Nayna Safal || Narshi Maheta bhajan Lyrics

આજ મારા નયણા સફળ નાથને નીરખી ,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી,

જે રે મારા મનમાં હતું વ્હાલાએ કીધું ;
પ્રીતે પ્રભુજી પધારિયા આવી આલિંગન દીધું,

વહાલો મારો વિહારીલો તેહને જાવા ન દિજે,
હાથ થકી નવ મુકીયે અંતરગત લીજે,

કાલીન્દ્રીને કાંઠડે,હરિ નાચે ને ગાયે,
સ્વર પુરે સર્વ સુંદરી,અતિ આનંદ થાયે,

ધન્ય જમુનાનો તટ ધન્ય વ્રજનો રે વાસ,
ધન્યભાગ્ય આ ભૂમિના વ્હાલો જ્યાં રમ્યા રાસ,

અંતરિક્ષ દેવતા સહુ શોભા જોવાને આવે;
પુષ્પવૃષ્ટિ તહીં થઈ રહી,નરસૈંયો વધાવે,

- નરસિંહ મહેતા,


આ શેરી વળાવી || Sheri Vadavi || Narshih Maheta Bhajan Lyrics

આ શેરી વળાવી સજ્જ કરું,ઘેરે આવોને
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવોને

આ ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને ;
દેશું દેશું મેડીના મોલ મારા ઘરે આવો ને,,,શેરી..

આ દાતણ દેશું દાડમી ઘરે આવો ને
દેશું દેશું કણેરી કાંબ,મારા ઘરે આવો ને,,,શેરી..

આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને
દેશું દેશું જમનાજી ના નીર મારા ઘરે આવો ને,,,શેરી..

આ ભોજન દેશું લાપશી ઘરે આવો ને
દેશું દેશું સાકરિયો કંસાર,મારા ઘરે આવો ને,,,શેરી..

આ રમત દેશું સોગઠી ઘરે આવો ને
દેશું દેશું પાસાની જોડ ,મારા ઘરે આવો ને,,,શેરી..

આ પોઢણ ઢોલિયા,ઘરે આવો ને
દેશું દેશું હિંડોળા ખાટ,મારા ઘરેઆવો ને,,,શેરી..

આ મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,
હારે અમને તેડી રમાડ્યા રાસ,મારા ઘરેઆવો ને,,,શેરી..

- નરશી મહેતા



Saturday, March 9, 2019

અમે મહિયારા રે ગોકુળ ગામના || Ame Maiyara Re Gokul Gamna LYRICS || Bhajnavali Lyrics

અમે મહિયારા રે ગોકુળ ગામના
મારે મહી વેચવાને જાવા
મહિયારા રે...ગોકુળ ગામનાં

મથુરા નીવાટ મહી વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી,
હે..મારે દાણ દેવા નહી લેવા, મહિયારા રે...ગોકુળ ગામના

યમુનાને તીર વા'લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે...મારે જાગી જોવુ ને જાવુ.મહિયારા રે...ગોકુળ ગામના

માવડી જશોદાજી કાનજીને વારો
દુ;ખડા હજાર દિયે નંદજીનો લાલો
હે...મારે દુઃખ સહેવા, નહીં કહેવા,મહિયારા રે...ગોકુળ ગામના

નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભારજી
નિર્મળ હૈયાની વાત કહેતા,મહિયારા રે...ગોકુળ ગામના

નરસિંહ મહેતા 


કનૈયા જા જા જા || Kanaiya Ja Ja Ja Lyrics || Krishn Bhajan Lyrics

કનૈયા  જા જા જા કનૈયા  જા જા જા
જા જા રે ઓ કીશનકનૈયાજા જા જા
જા જા રે ઓ કીશનકનૈયાજા જા જા
નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા..
કનૈયા  જા જા .......

કાનુડાનું માંગુ નાખ્યું  રાધાજીની સાથે
કાનુડાનું માંગુ નાખ્યું  રાધાજીની સાથે
રાધાજીના માતાપિતા
રાધાજીના માતાપિતાએ
તરત પાડી ના ક્યાં તારો ઈ  કાળીયો ને
ક્યાં મારી રાધા ?
કનૈયા  જા જા .......

પછી કાનુડે વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યાં
પછી કાનુડે વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યાં
રાધાજીના માતાપિતા તો
પગેલાગતાં આવ્યા
કાનુડાના વિવાહ ને લોકો બોલ્યા વાહ
કનૈયા  જા જા જા કનૈયા  જા જા જા
જા જા રે ઓ કીશનકનૈયાજા જા જા
જા જા રે ઓ કીશનકનૈયાજા જા જા
નથીહવેતું નટવર નાનૉ જલ્દી ડાહ્યો થા
કનૈયા  જા જા .......

  

Thursday, March 7, 2019

મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી || Mara Ghatma Birajta Shrinathaji Lyrics || Gujarati Bhajan

મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી 
શ્રીયમુનાજી શ્રીમહાપ્રભુજી 
મારુ મનડું છે ગોકુળ વનરાવન 
મારા તનના આંગણીયામાં તુલસીના વન
મારાપ્રાણજીવન (2) ...મારા ઘટમાં ... 

મારા આતમના આંગણીયામાં શ્રીબાલકૃષ્ણજી
મારી આંખો વાંછેરે ગિરધારીરે ધારી 
મારુ તનમન ગયું છે જેને વારીરે વારી 
મારાશ્યામ મોરારી (2)...મારા ઘટમાં ... 

મને પ્રાણ થકી મારા વૈષ્ણવો વ્હાલા
નિત્ય કરતા શ્રી નાથજી ને કાલા રે વાલા
મે તો વલ્લભપ્રભુજીના કીધાંછે દર્શન 
મારુ મોહી લીધું મન (2)...મારાઘટમાં...

મારે નિત્ય વિઠ્ઠલ વરની સેવા કરવી 
મારે આઠે શ્રમા કેરી ઝાંખી રે કરવી 
મેતો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ થયું (2)...મારા ઘટમાં...

મને ભક્તિ મારગ કેરો રંગ રે લાગ્યો 
મેં તો પુષ્ટિમારગ કેરો સંગ રે સાધ્યો 
હીરલો હાથમાં આવ્યો  (2)....મારા  ઘટમાં... 

આવો જીવનમાં લહાવો કદી ના મળે
વારે વારે માનવદેહ કદી ના મળે 
મારો લક્ષ ચોર્યાશી નો ફેરો રે ફળે 
મને મોહન મળે  (2) ... મારા ઘટમાં...

મારી અંત સમય ફરી સુણો રે અરજી 
લેજો શ્રીજી બાવા શરણો માં દયા રે કરી 
મારોનાથ તેડાવે   (2)...મારા  ઘટમાં...