Wednesday, August 21, 2019

હે જાગને જાદવા || He Jag Ne Jadva Lyrics || Bhajan Lyrics

હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે મળ્યાં
વડો રે ગોવાળિયો કોણ થાશે ?....જાગને

દહીંતણા દહીંથરા,ઘીં તણા ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ મારો હાથિયો, કાળી નાગ નાથીયો
ભૂમિનો ભાર તે કોણ લેશે  ?....જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરી શી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીઝીએ
બૂડતાં બાયડી કોણ સાહશે ?....જાગને

--નરસિંહ મહેતા

જાગીને જોઉં તો || Jagi Ne Jou To Lyrics || Bhajan Lyrics


જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચેતન્ય વિલાસ તદરૂપ છે,
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે .....જાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વીશે ઉપજ્યાં,
અણ અણુમાહી રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તો તો વૃક્ષના જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી .....જાગીને

વેદ તો એમ વદે,શ્રુતિ સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા
અંતે તો હેમ નું હેમ હોયે  .....જાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા ;
ભણે નરસૈંયો એ 'તે જ તુ' તે જ તુ'
એને સમર્યા થી કે સંત સીધ્યા   .....જાગીને

--નરસિંહ મહેતા

જાગો રે, જશોદાના કુંવર || Jago Re Jasodana Kuvar Lyrics || Bhajan Lyrics

જાગો રે, જશોદાના કુંવર વ્હાણલાં વાયા,
તમારે ઓશીકે મારા ચીર ચંપાયા,

પાસું મરડો તો વ્હાલા ચીર લાઉ તાણી,
સરખી સમાણી સૈયરો સાથે જવું છે પાણી,

પંખીડા બોલે રે,વહાલા રજની રહી થોડી,
સેજલદડી થી ઉઠો,આળસડી મરોડી,

સાદ પાડું વ્હાલા લોકડિયા જાગે,
અંગુઠો મરડું તો પગના ઘૂઘરા વાગે,

જેને જેવો ભાવ હોય તેને તેવું થાયે,
નરસૈંયાનો સ્વામી વિના રખે વહાણલું વાયે,

--નરસિંહ મહેતા

આશા ભર્યા તે અમે આવિયા || Asha Bharya Te Ame Aaviya Lyrics || Bhajan Lyrics

આશા ભર્યા તે અમે આવિયા,
ને મારે વાલે રમાડ્યા રાસ રે,
આવેલ આશા ભર્યાં.........(2)

શરદપૂનમ ની રાતડી ને 
કાઈ ચાંદો ચડ્યો આકાશ રે....આવેલ,

વૃંદા તે વનના ચોકમાં
કાંઇ નામે નટવર લાલરે ....આવેલ,

જોતા તે વળતા થંભીયા
ઓલ્યા નદીયું કેરા નીર રે ....આવેલ,

અષ્ટકુળ પર્વત ડોલીયા ને
ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે ....આવેલ,

મેતા નરસૈયાના સ્વામી શામળિયા
સદા રાખોચરણ ની પાસ રે ....આવેલ,

--નરસિંહ મહેતા



ગોરી તારાં નેપુર રણ ઝણ || Gori Tara Nepur Ran Zan Lyrics || Bhajan Lyrics

ગોરી તારાં નેપુર રણ ઝણ  વાજ્યાં રે,
વાજ્યાં કાઈ માજમ રાત મોજાર,
સૂતું  નગર બધુ  જગાડિયુ
તે તો તારા ઝાંઝર નો ઝમકાર,

સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,
પીયુડો તે પોઢ્યો પાડોસણ પાસ
એક ને અનેક વહાલો મારો ભોગવે રે,
અમને નહિ અમારાની આશ

કૂવો હોયેતો ઢાકી ને મુકીયે રે,
સૈયર ઢાંક્યો કેમ જાય  ?
મનનો માન્યો હોયતો કાઢી મુકીયે રે,
પરણ્યો કાઢી કેમ મુકાય ?

મારે આંગણીયે આંબો મહોરિયો રે,
ગળવા  લાગી છે કાઈ  સાખ
ઉઠોને આરોગો, પ્રભુજી પાતળા રે
હું રે વેજું  ને તું  રે ચાખ,

મારે આંગણીયે દ્રાક્ષ, બિજોરડી,
બિચ બિચ રોપી છે નાગરવેલ;
નરસૈયાનો સ્વામી મંદિર પધારિયો રે,
હૈયું થઇ ગયેલ છે કોમળ ,

- નરસિંહ મહેતા


જે ગમે જગત ગુરૂ || Je Game Jagat Guru Lyrics || Bhajan Lyrics


જે ગમે જગત ગુરૂ  જગદીશ ને,
તે  તણો  ખર ખરો  ફોક કરવો'
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે  એજ  ઉદ્દવેગ ધરવો। ....જે  ગમે,

હું કરું હું કરું એજ અજ્ઞાનતા,
શકટ નો  ભાર જેમ શ્વાન તાણે,
સૃષ્ટિ મંડાણ છે સર્વં એણી પેરે,
જોગી જોગેશ્વરા કો'ક જાણે ....જે  ગમે,

નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી,
શત્રુ મારીને  સૌ મિત્ર  રાખે,
રાય ને રંક કોઈ દ્રષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે ....જે  ગમે,

ઋતુ-લતા પત્ર -ફળ-ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન  વ્યર્થ શોચે,
જેહ ના ભાગ્ય માં જે સમે જે લખ્યું,
તેહને  તે સમે તે જ પહોંચે ....જે  ગમે,

ગ્રંથે ગડબડ કરી વાત ન ખરી કરી,
જેહને  જે  ગમે  તેહ પૂંજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે ....જે  ગમે,

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ  કાચું,
જુગલ કર જોડી નરસૈંયો એમ કહે,
જન્મ-પ્રતિ જન્મ હરિને જાણવું ....જે  ગમે,

--નરસિંહ મહેતા,











જ્યાં લગી આત્મ તત્વ || Jya Lagi Aatm Tatva Lyrics || Bhajan Lyrics


જ્યાં લગી આત્મ તત્વ ચિન્ત્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ  જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી,

શુ થયું સ્નાન, સન્ધ્યા ને પૂજા થકી,
શું થયું ઘેર  રહી  દાન દીધે
શું થયું જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લુંચન કીધે

શુ થયું તપ ને તીરથ કીધા થકી,
શુ થયું  માળ ગ્રહી નામ લીધે
શુ થયું  તિલક ને તુલસી ધાર્યા થકી.
શુ થયું ગંગા જળ પાન કીધે।

શુ થયું વેદ વ્યાકરણ વાણી વધે,
શુ થયું રાગ ને રંગ માણ્યે,
શુ થયું ખટ દર્શન ભેદ સેવ્યા થકી,
શુ થયું વરણ ના ભેદ આણ્યે,

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
જ્યાં લગી પરમ પરબ્રહ્મ ન જોયો,
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણી જન્મ ખોયો,

--નરસિંહ મહેતા


તમારો ભરોસો મને ભારી || Tamaro Bharoso Mane Bhari Lyrics || Bhajan Lyrics


તમારો ભરોસો મને ભારી,
સીતાના સ્વામી, તમારો ભરોસો મને ભારી,

રંક ઉપર વ્હાલો ચમ્મર ઢોળાવે,
ભૂપને કીધા ભીખારી, સીતાના સ્વામી, ....તમારો ભરોસો,

નખ વધારી હિરણયાકશ્યપ માર્યો,
પ્રહલાદ લીધો ઉગારી,સીતાના સ્વામી, ....તમારો ભરોસો,

ભલે મળયો મેઁ તા નરસૈંઇ નો સ્વામી,
નામ ઉપર જાઉં વારી,સીતાના સ્વામી, ....તમારો ભરોસો,

--નરસિંહ મહેતા,

ધ્યાન ધર હરિતણું || Dhyan Dhar Haritanu Lyrics || Bhajan Lyrics


ધ્યાન ધર હરિતણું,અલ્પમતિ આળસુ,
જે  થકી  જન્મના  દુઃખ  જાયે,
અવળ ધાંધો કરે અરથ, કાઈ નવ સરે,
માયા દેખાડીને  મૃત્યુ વહાયે,

સકળ કલ્યાણ શ્રી કૃષ્ણ ના ચરણો માં,
શરણ આવે  કલ્યાણ  હોયે,
અવળ વેપાર  તું, મેલ  મિથ્યા કરી,
કૃષ્ણ નું  નામ તું  રાખ મોયે,

પટક માયા  તણી,અટક ચરણે હરિ,
વટક માં વાત સુણતાં જ  સાચી,
આશનું ભવન આકાશ સુધી રચિયું,
મૂઢ  એ મૂળથી  ભીંત  કાચી,

અંગ-જોબન, ગયું,પાલિત પિંજર થયું,
તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું,
ચેત રે ચેત, દિન ચાર  છે લાભના,
લીંબુ  લહેકાવ તાં રાજ  લેવું,

સરસ ગુણ હરિ તણા,જે જનો અનુસર્યા,
તે તણા સુ જશ તો જગત બોલે ,
નરસૈયા રંકને,પ્રીત પ્રભુ,શુ ઘણી,
અવર વેપાર નહિ ભજન  તોલે,

--નરસિંહ મહેતા,


જશોદા તારા કાનુડાને || Jasoda Tara Kanuda Ne Lyrics || Bhajan Lyrics

ગોપી ;
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધુમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે.... જશોદા

શીકું તોડ્યું ગોરસ ઢોળ્યું,ઉઘાડીને બ્હાર રે ,
માખણ ખાધુ,વેરી નાંખ્યું, જાણ કીધું આ વાર રે .... જશોદા

ખાખા ખોળા કરતા હીંડે બીવે નહી લગાર રે,
મહી મથવાની ગોળી ફોડી, આ શા કહીયે લાડ રે .. જશોદા

વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,
નિત ઊઠીને કેટલું સહીએ,રહેવું નગર મોઝાર રે .. જશોદા

જશોદા;
આડી, અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે,
ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે .. જશોદા

મારો કાનજી ઘરમાં સુતો,ક્યારે દીઠો બહાર  રે,
દઈ  દુધના તો માટ ભર્યા, પણ ચાખે ના લગાર રે .. જશોદા

શોર કરતી ભલે સહુ આવી, ટોળી વળી દસબાર રે,
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે  .. જશોદા,

--નરસિંહ મહેતા

નાગર નંદજીના લાલ || Nagar Nandji Na Lal Lyrics || Bhajan Lyrics


નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ,
રાસ  રમંતાં  મારી નથડી ખોવાણી,

કાના'  જડી  હોયતો  આપ,
રાસ  રમંતાં  મારી નથડી  ખોવાણી
નાગર નંદજીના લાલ,

નાની નાની નથડી ને મહી  જડેલા મોતી,
નથડી કારણ નૃત્ય કરું જોતી જોતી
નાગર નંદજીના લાલ,

નાની નાની નથડી ને મહી  જડેલા હીરા,
નથડી આપો ને મારા સુભદ્રાના વીરા
નાગર નંદજીના લાલ,

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખ પર જોલા ખાય
નાગર નંદજીના લાલ,

આંબે બોલે કોયલડીને ને વનમાંબોલે મોર,
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
નાગર નંદજીના લાલ,

નથડી કારણ મેં તો ઢૂંઢ્યું  છે  વૃંદાવન,
નથડી આપોને મારા  પ્રાણ,  જીવન
નાગર નંદજીના લાલ,

નથડી આપોને પ્રભુ નંદના કુંવર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર
નાગર નંદજીના લાલ,

--નરસિંહ મહેતા,

નાનું સરખું ગોકુળિયું || Nanu Sarkhu Gokuliyu Lyrics || Bhajan Lyrics


નાનું સરખું ગોકુળિયું
મારે વ્હાલે વૈકુંઠ કીધું  રે...,
ભક્ત જનોને લાડ લડાવી
ગોપીયો ને સુખ દીધું રે ...,

ખટદર્શન ખોળ્યો ન લાધે,
મુનિજનને ધ્યાન ના'વે રે,
છાસ વલોવે નંદ ઘેર વ્હાલો
વૃંદાવન ધેનુ ચરાવે  રે,

વણ કીધે વ્હાલો વાતો કરે,
પૂરણ બ્રહ્મ અવિનાશી  રે,
માખણ કાજ મહિયારી આગળ,
ઉભો  વદન  વિકારી  રે,

બ્રહ્માદિક જેનો પાર ન પામે,
શંકર  કરે  ખવાસી  રે,
નરસૈંયાનો ભક્ત તણે વશ,
મુક્તિ સરીખી દાસી રે,

--નરસિંહ મહેતા,

નારાયણ નું નામ જ લેતા || Narayan Nu Nam Leta Lyrics || Bhajan Lyrics


નારાયણ નું નામ જ લેતા, વારે તેને ભજીયે રે,
મનચા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીયે રે,

કુળને તજીયે કુટુંબ તજીયે તજીયે માં ને બાપ રે,
ભગિની ,સુત, દાસને તજીયે, જેમ તજે કસુકી સાપ રે.... નારાયણ નું નામ,

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો,નવ તજીયું હરિનું નામ રે,
ભરત શત્રુઘને તજી જનેતા,નવ તજીયા શ્રીરામ રે .... નારાયણ નું નામ,

ઋષિ પત્ની એ શ્રીહરિ કાજે,તજીયા ભરથાર રે,
તેમાં તેનું કાઈ ન ગયું પામી પદારથ ચાર રે .... નારાયણ નું નામ,

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વેન ચાલી રે,
ભણે 'નરસૈંયો' વૃંદાવનમાં,મોહન સાથે મ્હાલી રે .... નારાયણ નું નામ,

=નરસિંહ મહેતા,

નીરખે ગગનમાં || Nirkhe Gagan Ma Lyrics || Bhajan Lyrics


નીરખે ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે, જ,હું,  તે, જ,હું,શબ્દ બોલે ,
શ્યામના ચરણમાં ઈચુ છું મરણ,
અહીંયા કોઈ નથી કૃષ્ણ  તોલે,

શ્યામ શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવમાં પંથ  ભૂલી,
જડ ને ચેતન્ય રસ કરી જાણવો
પકડી પ્રેમે  સંજીવન  મૂળી,

જળહળ જ્યોત ઉદ્યોગ રવિ કોટમાં,
હેમની કોર જયાં નીસરે તોલે,
સચિદાનંદ આનંદ ક્રીડા કરે,
સોનાના પારણાં માહી  ઝૂલે,

બત્તી વિન તેલ વિન, સૂત્ર વિના જો વળી,
અચળ ઝળકે સદા  વિમળ દીવો,
નેતર વિન નીરખવો ,રૂપ વિન પરખવો,
વિન જિહવાએ રસ સરસ પીવો,

અકળ અવિનાશી એ,નવ જાય કળ્યો,
અરધ ઉરધની મધ્યે  મહાલે,
નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે ,

=નરસિંહ મહેતા,



પઢો રે પોપટ રાજા || Padho Re Popat Raja Lyrics || Bhajan Lyrics


પઢો રે પોપટ રાજા રામના,સતી સીતાજી પઢાવે,
પાસે રે બાંધવી  રૂડું પાંજરું,મુખથી રામ જપાવે ,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા  રામના,....

પોપટ તારે કારણે  લીલા વાસ વઢાવું ,
એનું રે ઘડાવું પોપટ પાંજરું હીરલા રાતને જડાવું,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા  રામના,....

પોપટ તારે કારણે શી શી રસોઈ રંધાવું,
સાકર ના કરી ચુરમા, ઉપરથી ઘી પીરસાવું ,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા  રામના,....

પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો,
નરસૈંયાના સ્વામી ને ભજો રાગ તાણી રૂપાળો,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા  રામના,....

=નરસિંહ મહેતા,

પ્રાણ થકી મને || Pran Thaki Mane Lyrics || Bhajan Lyrics

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ  એને ધ્યાવું  રે,
તપ તીરથ વૈકુંઠ, સુખ મેલી,
મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે,...પ્રાણ થકી 

અંબરીશ (રાજા) મુજને અતિ ઘણો વ્હાલો,
દુર્વાસાએ  માનભંગ  કીધો રે,
મેં મારુ અભિમાન ત્યજી ને,
દશ વાર  અવતાર લીધો રે ...પ્રાણ થકી 

ગજને માટે હું ગરુડે ચડી પળિયો,
મારા સેવક ની સુધ  લેવા રે,
ઉચ નીચ  હું કાઈ નવ જાણું,
મને  ભજે  તે મુજ  જેવારે  ...પ્રાણ થકી 

લક્ષ્મીજી  અર્ધાગના  મારી,
તે મારા  સંતની  દાસી  રે ,
અડસઠ તીરથ મારા સંત ને ચરણે,
કોટી ગંગા,કોટી કાશી રે,  ...પ્રાણ થકી

સંતચાલે ત્યાં હું આગળ ચાલુ,
સંત સૂએ તો હું જાગું  રે,
જેમારા સંતની  નિંદા  કરે,
તેને કુળ સહિત હું ભાગું રે...પ્રાણ થકી

મારારે બાંધ્યા વૈષ્ણવ છોડાવે,
વૈષ્ણવે બાંધ્યા નવ  છૂટે  રે,
એક વાર વૈષ્ણવ મુજને બાંધે,
તે  બંધન નવ તૂટે   રે, ...પ્રાણ થકી

બેઠો ગાવે  ત્યાં હું ઉભો સાંભળું,
ઉભા ગાવે  ત્યાં હું  નાચું રે,
વૈષ્ણવ જનથી ક્ષણ નહિ અળગો,
ભણે નરસૈંયો ચાચુ રે,...પ્રાણ થકી

=નરસિંહ મહેતા,















ભુતળ ભક્તિ પદારથમોટું || Bhutal Bhakti Padarath Motu Lyrics || Bhajan Lyrics


ભુતળ ભક્તિ પદારથમોટું,બ્રહ્મ લોકમાં નાહી રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા,અંતે ચોરાશી  માહીં  રે,

હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવતાર રે,
નિત્ય સેવા નિત્ય કીર્તન ,ઓછવ, નીરખવા નંદ કુમાર રે,....ભુતળ ભક્તિ,

ભરત ખંડ ભુતળ માં જન્મી જેણે ગોવિંદ ના ગુણ ગાયા રે,
ધન્ય ધન્ય એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે ,....ભુતળ ભક્તિ,

ધન્ય વૃંદાવન ધન્ય એ લીલા,ધન્ય એ વ્રજ ના વાસી રે,
અષ્ઠ મહાસિદ્ધિ આંગણિયે ઉભી, મુક્તિ થઇ એની દાસી રે,....ભુતળ ભક્તિ,

એ રસ નો સ્વાદ શકંર જાણે, કે જાણે શુક જોગી રે,
કાઈ એક જાણે પેલી વ્રજ ની ગોપી, ભણે નરસૈંયો ભોગી રે,  ....ભુતળ ભક્તિ,


=નરસિંહ મહેતા,

ભોળી રે ભરવાડણ || Bholi Re bharvadan Lyrics || Bhajan Lyrics


ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે,
સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી રે,...ભોળી,

શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઈ ને લેવા મુરારી રે,
આનાથ ના નાથને વેચે, આહીર ની  નારી રે,...ભોળી,

વ્રજ નારી પૂછે શું છે માહી, મધુરી મોરલી વાગી રે,
મટુકી ઉતારી માંહે જોતા, મુર્છા સૌને લાગી રે,...ભોળી,

બ્રહ્માદિક ઇંદ્રાદિક  સરખા, કૌતુક  ઉભા પેખે રે,
ચૌદ લોકમાં માય ન તેને મટુકીમાં બેઠા દેખે રે,...ભોળી,

ભક્ત જનોના ભગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતર જામી રે,
દાસલડાંને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે,....ભોળી,

=નરસિંહ મહેતા,

મારી હૂંડી સ્વીકારો || Mari Hundi Swakaro Lyrics || Bhajan Lyrics


મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી,
મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી,

રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે  કાજ
ઝેરના પ્યાલા મોકલ્યા રે, વ્હાલો ઝેર નો જારણહાર રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ  રે,...

સ્થંભ થાકી પ્રભુ પ્રગટીયા,વળી ધરિયા નરસિંહ રૂપ,
પ્રહલાદને  ઉગારિયો રે, વ્હાલે માર્યો હિરણાકંસ ભૂપ રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ  રે,...

ગજને વાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ,
સાચી વેળાના મારા વાલમા રે,તમે ભક્તોને આપ્યા ઘણા સુખરે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ  રે,...

પાંડવ ની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યાં ચિર,
નરશિમહેતાની હૂંડી સ્વીકારજો રે,તમે સુબદ્રા બાઈ નાવીર રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,...

ચારજણા તીરથ વાસી ને, વળી રૂપિયા સો  સાત,
વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,...

રહેવાને નથી ઝુપડું, વળી જમવાને નથી જુવાર,
બેટો બેટી વળાવિયા રે, મેતો વળાવી ઘર કેરી નાર રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,...

ગરથ મારુ ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,
ચાચુ નાણું મારો શ્યામળો રે, મારે દોલતમાં ઝાંઝ પખાજ રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,...

તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની માંહ્ય,
આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા  એવું નામ રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,...

નથી બ્રાહ્મણ  નથી વાણીયો, નથી ચારણ નથી ભાટ,
લોકો કરેછે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ  રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,...

તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિક નો રે, મારુ શામળશા શેઠ એવું નામ રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,...

હૂંડી  લાવો હાથમાં,  વળી  આપું  પુરા  દામ,
રૂપિયા  આપું  રોકડા  રે, મારુ શામળશા શેઠ એવું નામ રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,...

હૂંડી સ્વીકારી વાલે શામળે, વળી અરજે કીધા કામ,
મહેતાજી કરી લખજો, મુજ વાણોતર સરખા કાજ રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,...

=નરસિંહ મહેતા,



મેં કાનુડા તેરી ગોવાલણ || Me Kanuda Tari Govalan Lyrics || Bhajan Lyrics


મેં  કાનુડા  તેરી  ગોવાલણ,
મોરલીયે લલચાણી રે,...મેં કાનુડા તેરી,

હરખે  ઈંઢોણી  માથે  લીધી,
ભરવા  હાલી  હૂતો પાણી  રે,
ગાગર  ભરોસે  ગોળી  લીધી,
આશાની  હું  અજાણી  રે,...મેં કાનુડા તેરી,

ગાય  ભરોસે  ગોધાને બાંધ્યો,
દોહ્યાંની  હું  અજાણી  રે,
વાછડું  ભરોસે  છોકરા  બાંધ્યા,
બાંધ્યા  છે  બહુ  તાણી  રે,...મેં કાનુડા તેરી,

રવાઈ  ભરોસે  ધોસરું  લીધું,
વલો વ્યા  ની હું  અજાણી  રે,
નેતરા  ભરોસે સાડી  લીધી,
દુધમાં  રેડ્યા  પાણી  રે,...મેં કાનુડા તેરી,

ઘેલી  ઘેલી મને સૌ કોઈ કે છે,
ઘેલી  હું  રંગ માં રે લી રે,
ભલે મળ્યા મેતા નરશી ના સ્વામી,
પુરાણ પ્રીત હું  પામી રે,...મેં કાનુડા તેરી,

=નરસિંહ મહેતા,


રૂમ ઝૂમ રૂમ ઝૂમ નેપુર || RumZum RumZum Nepur Lyrics || Bhajan Lyrics


રૂમ ઝૂમ રૂમ ઝૂમ નેપુર વાજે,
તાળી  ને  વળી  તાલ  રે,
નાચંતા શામળિયો શ્યામા,
વાધ્યો રંગ  રસાળ  રે,....રૂમ ઝૂમ રૂમ,

ઝાલ ઝબૂકે રાખલડી રે,
મોર મુગટ  શિર સોહે  રે,
થેઈ થેઈ થેઈ તહાં કરતી કામા,
મરકલડે મન  મોહે  રે,....રૂમ ઝૂમ રૂમ,

કોટીકલા તહાં પ્રગટ્યો શશિયર,
જાણે  દિનકર  ઉંદિયો  રે,
ભણે  નરસૈંયો મહારાસ ઝીલે,
માનિની  ને મહા બળિયો રે ,....રૂમ ઝૂમ રૂમ,

-નરસિંહ મહેતા,

વા વાયા ને વાદળ || Va Vaya Ne Vadal Lyrics || Bhajan Lyrics


વા વાયા ને વાદળ ઉમટ્યા,
ગોકુળ માં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા,

તમે મળવા તે ના'વો શા માટે,
નહિ આવો તો નંદજી ની આણ...મળવા,

તમે ગોકુળ માં ગૌ ધન ચોરંતા,
તમે  છો  રે,  સદાના ચોર,...મળવા,

તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડ ના ભાણેજ ,...મળવા,

તમે વ્રજ માં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિતના ચોર,...મળવા,

મહેતા નરશી ના સ્વામી શામળિયા,
એને  તેડી રમાડ્યા  રાસ,,...મળવા,

=નરસિંહ મહેતા,

વારિ જાઉં રે સુંદર શ્યામ || Vari Jau Re Sundar Shyam Lyrics || Bhajan Lyrics


વારિ જાઉં રે સુંદર શ્યામ તમારા  લટકાને,

લટકે ગોકુળ ગૌ ચારી ને, લટકે વાલો  વશ રે,
લટકે જઈ દાનવળ પીધો, લટકે માર્યો કંસ રે,...વારિ જાઉં,

લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલટન વાળી રે,
લટકે જઈ જમુનામાં પેસી, લટકે નાથ્યો કાળી  રે,...વારિ જાઉં,

લટકે વામન રૂપ ધરીને,આવ્યા બલિને દ્વાર રે,
ઉઠ કદમ અવની માંગી, બલી ચાંપ્યો પાતાળ રે,...વારિ જાઉં,

લટકે રઘુપતિ રૂપ ધરીને, તાત ની આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણ મારીને, લટકે સીતા વાળી રે ,...વારિ જાઉં,

એવા લટકા છે ઘણેરા, લટકા લાખ કરોડ રે,
લટકે મળે નરસૈંઇ ના સ્વામી, હીંડે મોડા મોડ,...વારિ જાઉં,

=નરસિંહ મહેતા,

જળકમળ છાડી જાને || JalKamal chhandi Jane Lyrics || Bhajan Lyrics


જળકમળ છાડી જાને બાળા, સ્વામિ અમારો જાગશે 
જાગશે,તને મારશે ,મને બાળહત્યા લાગશે ....જળકમળ

કહે રે બાળક તું મારગ ભુલ્યો ?કે તારા વેરીયે વળાવિયો ?
નિઃશ્રે તારો કાળજ ખૂટ્યો,અહિયાં તે શીદ આવીયો ?....જળકમળ

નથી નાગણ હું મારગ ભુલ્યો,કે મારા વેરિયે વળાવિયો,
મથુરા નગરી માં જુગઠું રમતા નાગનું શીશ હારિયો ...જળકમળ

રાંગે રૂડો રૂપે પુરો દિસંતો કોડીલો કોડામણો,
તારી માતાએ  કેટલાં જન્મ્યાં તેમા તું અળખામણો ...જળકમળ

મારી માતાએ બેઉ જનમ્યા,તેમાં હું નટવર નાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃશ્ણ કાનુડો ... જળકમળ

લાખ સવાનો મારો હાર આપું,આપું હું તુંજને દોરીઓ ,
એટલું મારા નાગથી છાનું આપુ તુજને ચોરીયો ... જળકમળ

શું કરુ નાગણ હાર તારો ?શું કરું તારો દોરિયો ?
શાને કાજે નંગણ તારે કરવી ઘરમા ચોરીઓ ?... જળકમળ

ચરણ ચાંપી,મુછ મરડી,નાગણે નાગ જગાડિયો ,
ઉઠોને બળવંત કોઇ બારણે, બાળક આવિયો ... જળકમળ

બેઉં બળિયા બાથે વળગ્યા,કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફુંફવે,જેમ ગગન ગાજે હાથિયો ... જળકમળ 

નાગણ સહુ વિલાપ કરે છે,નાગને બહુ દુઃખ આપશે,
મથુરા નગરીમાં લઇ જશે પછી નાગનું શીશ કાપશે ... જળકમળ

બેઉ કર જોડી વિનવે,સ્વામી મુકો આમારા કંથને,
અમે અપરાધી કાઈ ના સમજ્યા,ના ઓળખ્યાં ભગવંતને ... જળકમળ

થાળભરી નાગણ સર્વે,મોતીડે કૃશ્ણ વધાવિયાં,
નરસૈંયાના નાથ પાંસેથી નાગણે નાગ છોડાવિયો   ... જળકમળ

--નરસિંહ મહેતા

મેહુલો ગાજે ને || Mehulo Gaje Ne Lyrics || Bhajan Lyrics


મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમ ઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વગાડે રે ગોપી,
વહાલો વગાડે વેણુ વાંસલડી રે,

પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે,
દાદુર, મોર, બપૈયા, બોલે,
મધુરિ શી બોલે કોયલડી રે,

ધન્ય બંસીવટ ધન્ય જમુના તટ,
ધન્ય વૃંદાવન માં અવતાર રે,
ધન્ય નરસૈયાની જીભલડી ને,
જેણે ગાયો રાગ મલ્હાર રે,

=નરસિંહ મહેતા,

રામસભામાં અમે || Ram Sabha Ma Ame Lyrics || Bhajan Lyrics


રામસભામાં અમે રમવાને ગ્યાં,તા
પસલી ભરીને રસ પીધો રે,.. હરિનો રસ પુરણ પાયો,

પહેલો પિયાલો મારા સદગુરુ એ પાયો,
બીજા પિયાલે રંગની હેલી રે,
ત્રીજો પિયાલો મારા રોમ રોમ વ્યાપ્યો,
ચોથે પિયાલે થઇ છું ઘેલી રે,....રામસભામાં,

રસ બસ એકરૂપ રસિયા સાથે,
વાત ન સૂઝે બીજી વાતે રે,
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે,
તે મારા મંદિરીયા માં મ્હાલે રે,....રામસભામાં,

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધા,
અખંડ સૌભાગી અમને કીધા રે,
ભલે મળ્યા મહેતા નરસી ના સ્વામી,
દાસી પરમ સુખ પામી રે,....રામસભામાં,


=નરસિંહ મહેતા,



વ્હાલા મારા વૃંદાવનને ચોક || Vhala Mara Vrundavan Ne Chok Lyrics || Bhajan Lyrics

વ્હાલા મારા વૃંદાવનને ચોક કે વહેલા  પધારજો  રે લોલ,
ગોકુળ  ગામ તણી વ્રજનાર કે વેગે બોલાવજો રે લોલ,

અમને રાસ રમ્યાના કોડ કે નાથ સંગ બેલડી રે લોલ,
લેવા મુખડાના મકરંદ કે મળી તે તવડી રે લોલ,

રડું જમનાજી કેરું નીર કે તટ રળિયામણો રે લોલ,
રૂડો બંસીવટ નો ચોક કે ચંદ્ર સોહામણો રે લોલ,

મળ્યો વ્રજવનિતા નો સાથ કે તાળી હાથ શુ રે લોલ,
માનિની મદમસ્ત ભીડે બાથ કે કોમળ ગાત શુ રે લોલ,

ફરતી ગાન કરે વ્રજનાર કે વચમાં શ્રી હરિરે લોલ,
કંકણ ઝાંઝર નો ઝમકાર કે ઘમકે ઘુઘરી રે લોલ,

જોવા માળિયા ચૌદે લોક કે ઇન્દ્ર ત્યાં આવિયા રે લોલ,
રૂડા પારિજાત ના પુષ્પે કે પ્રભુને વધાવિયાં રે લોલ,

બ્રહ્મા રુદ્ર ધરે એનું ધ્યાન કે પાર પામે નહિ રે લોલ ,
નાચે નરસૈંયો રસમગ્ન કે જોઈ લીલા નાથની રે લોલ,

=નરસિંહ મહેતા,

વૈષ્ણવ જન તો || Vaishnav Jan To Lyrics || Bhajan Lyrics


વૈષ્ણવ જન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે,
પરદુખે ઉપકાર કરે તોયે મન અભિમાન નઆણે રે,

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નીચલ રાખે ધન ધન જનની તેની રે,...વૈષ્ણવજન,

સમ દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પર  સ્ત્રી જેને માત રે,
જિહવા થકી અસત્ય ન બોલે, પરધન નજાલે હાથરે,...વૈષ્ણવજન,

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમા રે,
રામનામ શુ તાળી રે વાગી સકળ તીરથ તેના મનમાં રે,...વૈષ્ણવજન,

વણલોભી ને કપટ રહિત છે કામ  ક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈંયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તારે રે,...વૈષ્ણવજન,

-નરસિંહ મહેતા,







વ્હાલો મારો પ્રેમને વશ || Vhalo Maro Premne Vash Lyrics || Bhajan Lyrics


વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, એમાં શું કરે પંડિતને કાજી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, ....

કરમાં બાઈનો આરોગ્યો ખીચડો, વિદુરની ખાધી ભાજી,
એઠા બોર શબરીના ખાધા,છપ્પન ભોગ મેલ્યા ત્યજી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, ....

વિદુરને ઘેર શ્રીકૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યાતા માગી,
ગર્ભ કાઢીને છાલ ખવરાવી, વ્હાલે તોયે નાજોયું જાગી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, ....

ગણિકા હતી તે, પોપટ પઢાવતી, તેમાંથી લેહ એને લાગી,
શ્રીહરિ તેનેતો સ્હેજ માં મળ્યા, એની સંસારની ભ્રમણા ભાંગી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, ....

ભક્તિની લોકો નિંદા કરેને જગત થયું છે પાજી,
ભલે મળ્યા મહેતા નરશી નાસ્વામી, માથે ગિરધર રહ્યા છે દાગી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, ....

-નરસિંહ મહેતા,

સુખ દુઃખ મનમાં || Shukh Dukh Manma Lyrics || Bhajan Lyrics


સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા,
ટાળ્યા તે કોઈ ના નવ ટળે, રઘુનાથ ના જડીયા,... સુખ દુઃખ,

નળ રાજા સરખો નર નહિ, જેની દમયંતી રાણી,
અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યા, ના મળ્યા અન્ન ને પાણી,...સુખ દુઃખ,

પાંચ પાંડવ સરખા બાંધવ, જેને દ્રોપતિ રાણી,
બાર વરસ વન ભોગવ્યા, નયણે  ન નિદ્રા આણી,...સુખ દુઃખ,

સીતા સરખી સતી નહિ, જેના રામજી સ્વામી,
રાવણ તેને હરિ ગયો,  સતી મહા દુઃખ પામી,...સુખ દુઃખ,

રાવણ સરીખો રાજિયો, જેની  મંદોદરી રાણી,
દશ મસ્તક છેદાઈ ગયા, બધી લંકા લુંટાણી,...સુખ દુઃખ,

હરિચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાની,
તેને વિપત બહુ પડી, ભર્યા નીચ ઘેર પાણી,...સુખ દુઃખ,

શિવજી સરખા સાધુ નહિ,જેની પાર્વતી રાણી,
ભોળવાયા ભીલડી થકી, તપ માં ખામી ગણાણી,...સુખ દુઃખ,

એ વિચારી હરિને  ભજો, તે સહાય જ  કરશે,
જુઓ આગળ સહાય ઘણી કરી, તેથી અર્થજ સરશે,...સુખ દુઃખ,

સર્વ કોઈને જયારે ભીડ પડી, સમર્યા અંતર્યામી,
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંઇયા ના સ્વામી,...સુખ દુઃખ,

-નરસિંહ મહેતે,







હા રે દાણ માંગે || Hare Dan Mange Lyrics || Bhajan Lyrics


હા રે દાણ માંગે કાનુડો દાણ માંગે,
હા રે તારી મોરલી ના બોલ વાગે,...કાનુડો દાણ માંગે,

હા રે કાન કિયા મલક નો સુબો,
હા રે મારા મારગ વચમાં ઉભો,...કાનુડો દાણ માંગે,

હાં રે કાન કિયા મલક નો રસિયો,
હાં રે મારા મારગ વચ્ચે વસીયો,...કાનુડો દાણ માંગે,

હાં રે કાન કિયા મલક નો દાણી,
હાં રે મારી નવરંગ ચૂંદડી તાણી,...કાનુડો દાણ માંગે,

હાં રે કાન કિયા મલક નો મહેતો,
હાં રે મારા મારગ વચ્ચે રહેતો,...કાનુડો દાણ માંગે,

હાં રે કાન જળ જમુનાને તીરે,
હાં રે એમાં કોણ જીતે ને કોણ હરે,...કાનુડો દાણ માંગે,

હાં રે કાન નથી સાકર નથી મેવા,
હાં રે ખાટી છાસ માં શું આવ્યો લેવા,...કાનુડો દાણ માંગે,

હાં રે મેટા નરસિંહ ના સ્વામી મુરારી,
હાં રે તમે લુંટો માં દાડી દાડી ,...કાનુડો દાણ માંગે,

-નરસિંહ મહેતા,

वृज में कान्हा || Vraj Mai Kanha Lyrics || Bhajan Lyrics

वृज में कान्हा की पुकार हे
जग में  कान्हा की  पुकार हे,..(२)
कह रही हे भक्तो की जुबा
बस तुम्हारा इंतजार  हे,..(२)

ढूंढते हे हम तुमको दरबदर
जाने कब कहा पे दर्शन होंगे,..प्रभु वर

हमहे बेखबर तुम हो किधर ढूंढे
दर बदर फिर भी तुम हो बेअसर,..व्रज में

अब ना तुम से दूर होंगे हम
बस  तुम्हारा  ही  इंतजार  हे,..व्रज में,

-राधाकृष्ण भजन,

जमुना के तट पर || Jamuna Ke Tat Par Lyrics || Bhajan Lyrics

जमुना के तट पर कभी पगथर पे छबि तेरी भाये
होके जुदा मुजसे प्रिय कभी तुम्हे चेन आता  हे
सारे  व्रज  में  रहता  हूँ  मिलने  को  तरसता हूँ
मुझसेमिली मेंदीवानी बनी तूमेरे सपनोंकी रानीबनी

आजा मोहन आजा यमुना तीरे चुपकेसे आजातु धीरे
दर्शन कोतेरे जियाये तड़पे करके बहाना तू चलीआना
छोड़ के नजाना क्या दूर जाके दिल मुझे भूल जाना हे
तेरी  याद  सताती  हे मुझे  बहोत  सताती  हे,...(२)

आंखो मे तुहि बसी हे मुझे  बहोत रुलाती  हे
आंखो मे तुहि बसी हे प्रिय बिन तेरे कैसे बिताये
कोई भी जाने ना हालत हे पागल बना देगी मुझे
किसीकी मिली हे मुझे ये सजा तड़पाती हे,...(२)

अब चुप रहना बीत गई रैना तेरे बिना कृष्ण
होके जुदा मुजसे प्रिया कभी तुम्हे चैन आता हे,..

-राधाकृष्ण भजन,

आ मांखन मिश्री || Aa Makhan Mishri Lyrics || Bhajan Lyrics

आ मांखन मिश्री खाले हम
अरमा सब दिलके मिटाले हम

दिलमे  में हे  खलबली
पकड़ी  ना  जाये  चोरी,..(२)

चुके  न मौका  ये  हम
आ माखन मिश्री चढने दे

तू चुपके से मुझे मटकी दे
चढ़ भी जा चुपके से मैया

दिलमे हे खलबली पकड़ी ना
आ तूने जो देखा हे माँ से कहदे

मैंने तो भी खाया हे कहूँगी में
सामने माँ खड़ी जान आफत में पड़ी

मिलके  चले भागे  हम सब रे
आ मांखन मिश्री खाके चले रे,

-राधेकृष्ण भजन,

नट खट बड़ा || Nat Khat Bada Lyrics || Bhajan Lyrics

नट खट बड़ा हे माँ तेरो कन्हैया
पनघट से निकली जब भरके गगरिया

अरे इस तेरे लल्ला ने पकड़ी कलाई
हाँ  झटके  से  मोरी  मटकी  गिराई

जबसे ही कन्हैया ने खींची मोरी अंगिया
फिर क्याहुआ शोर मच गया मोरी मैया

रस्ता मेने बदला रस्ते पे जोवो खड़ा था
पनघट  से  पहले  जा  वो  खड़ा वो था

वहाँ  शोर  मच  गया  हाय मोरी  मैया
बिच बजरिया घेरे सखियाँ भी संगमे मेरे

कैसे बताँऊमें उसको बताऊँ कि बताऊँ
किस किस को बताऊँ की इनको बताऊँ

ऐसे फंसी में दैया रे दैया फोड़ने कनैया
मटका गया रे जुल्म कर गया रे कनैया

फिरक्या हुआ वहां शोर मचगया मोरी मैया
नट  खट  बड़ा  हे  माँ  तेरो   कन्हैया,..

-राधाकृष्ण भजन,

देखी सारी दुनियाँ || Dekhi Sari Duniya Lyrics || Bhajan Lyrics

देखी  सारी दुनियाँ देखे देखे वृज के ग्वाले
लांखो और करोडो ये मामा भांजे  निराले

कृष्ण रे कृष्ण ओ वेरी गुड़   वेरी गुड़
कृष्ण  का  मामा  वेरी बेड   वेरी बेड

दुष्ट कंस के अत्याचार से होती हे पहचान
मुरली वाला तो जग में सबसे बड़ा महान

कृष्ण का ताना वेरी गुड़  वेरी गुड़
कंस का निशाना वेरी बेड  वेरी बेड

वृज का दीवाना वेरी गुड़  वेरी गुड़
कंस  का ड्रामा  वेरी बेड   वेरी बेड

कंस  कृष्ण की जब शुरू हुई तकरार
भेद की सिमा तोड़ी मिटा अत्याचार

कृष्ण ने  तारा  वेरी गुड़   वेरी गुड़
कंस  ने  मारा  वेरी  बेड  वेरी  बेड

बचपन   की  है   ये   कहानी
सुन  के  आँखमे आ जाता पानी

कृष्ण के नखरे  वेरी गुड़ वेरी गुड़
कंस  के  पहरे  वेरी बेड  वेरी बड़

वृजका दीवाना वेरी गुड़ वेरी गुड़
कंस  का ड्रामा  वेरी बेड वेरी बेड

एक दूसरे के  दोनों  दीवाने (२)
कृष्ण रे कृष्ण वेरी गुड़ वेरी गुड़,

-कृष्ण भजन,